ઈ-કોમર્સ કંપની મીશોએ તેના કર્મચારીઓના માનસિક સ્વાસ્થ્ય માટે દર વર્ષે 11 રજાઓ આપવાનું નક્કી કર્યું છે.
જ્યારે કોઈ કંપની તેના કર્મચારીઓને તેના બોસ કહે. “જા જી લે અપની જિંદગી” તો કર્મચારી માટે આનાથી મોટું બોનસ શું હોઇ શકે. એક જાહેરાત ઈ-કોમર્સ પ્લેટફોર્મ મીશો દ્વારા તેના કર્મચારીઓ માટે કરવામાં આવી છે. મીશોનું માનવું છે કે જો કર્મચારીઓ ખુશ હશે તો તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ સારું રહેશે. કર્મચારીઓ ખુશ હશે તો મહેનત કરશે. આથી કંપનીએ 11 દિવસની રજા જાહેર કરી છે.
માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપવા માટે, કંપનીએ સતત બીજા વર્ષે 11 દિવસ માટે 'રીસેટ અને રિચાર્જ બ્રેક'ની જાહેરાત કરી છે. મીશોએ તેની વેબસાઇટ પર આ વિશે માહિતી આપી છે. કંપનીનું કહેવું છે કે આ રજાઓ પાછળ કંપનીનો હેતુ કર્મચારીઓને માનસિક થાકમાંથી મુક્ત કરવાનો છે. કંપનીના જણાવ્યા અનુસાર તહેવારોની સીઝન બાદ કંપની કર્મચારીઓને આ રજાઓ આપશે. આ રજાઓ તહેવારોની સિઝન પછી 22 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધી આપવામાં આવશે.
રિસેટ અને રિચાર્જ બ્રેક
ટ્વિટર પર આની જાહેરાત કરતા કંપનીના સ્થાપક અને CTO સંજીવ બરનવાલે કહ્યું કે અમારો પ્રાથમિક ઉદ્દેશ્ય અમારા કર્મચારીઓને માનસિક રીતે સ્વસ્થ રાખવાનો છે. સતત બીજા વર્ષે અમે કર્મચારીઓ માટે 11 દિવસના બ્રેકની જાહેરાત કરી છે. આગામી તહેવારો પછી, મીશોના કર્મચારીઓ 22 ઓક્ટોબરથી 1 નવેમ્બર સુધીની રજાઓનો ઉપયોગ તેમના માનસિક થાકને દૂર કરવા માટે કરી શકશે. કર્મચારીઓ આ રજાઓનો ઉપયોગ તેમના પરિવાર સાથે સમય પસાર કરવા, ક્યાંક મુસાફરી કરવા માટે કરી શકે છે.
મીશોના ફાઉન્ડર અને સીઈઓ વિદિત અત્રેએ પણ આ અંગે ટ્વિટ કર્યું છે, કહ્યું છે કે, અવકાશયાત્રીઓને પણ બ્રેકની જરૂર છે અને કંપનીમાં 'મૂનશોટ મિશન' પર કામ કરતા લોકોને પણ. અગાઉ પણ મીશોએ અનંત કલ્યાણ વેકેશન, 30 વીકનું પેરેંટલ લીવની જાહેરાત કરી ચૂકી છે.
Chaudhary Samaj Maha Sammelan : ઋષિકેશ પટેલને ભાજપમાંથી ટિકિટ ન આપવા ઉઠી માંગ, કોને ઉમેદવાર બનાવવાની માંગ ઉઠી?
મહેસાણાઃ વીસનગર અર્બુદા ધામ ખાતે આજના ચૌધરી સમાજનું મહાસંમેલનનું આયોજન થયુ છે. સ્ટેજ પર ખાલી ખુરસી પર વિપુલ ચૌધરીની પાઘડી મૂકી. વિપુલ ચૌધરીને સભાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા. ભાજપ ધારાસભ્ય ઋષિકેશ પટેલને આવનાર ચૂંટણીમાં ભાજપમાંથી હટાવી પ્રકાશ પટેલને વીસનગરના ઉમેદવાર જાહેર કરે, તેવી માંગ ઉઠી છે. અર્બુદા ધામના મહંત ઝાખડઋષિએ નિવેદન આપ્યું છે.
મહેસાણા અર્બુદા ધામખાતે આજણાં ચૌધરી સમાજનું મહાસંમેલન યોજાયું છે. સંમેલન માં મોટી સંખ્યમાં ચોધરી સમાજના આગેવાનો રહ્યા ઉપસ્થિત. અર્બુદા ધામાખાતે યોજાયેલ સભામાં આંજણા સમાજને એક કરવા અને વિપુલ ચૌધરી ને છોડવવમાં કરાયું આહ્વાન. અર્બુદાધામના મુખ્ય મહંત જાખડ ઋષિએ વિપુલ ચૌધરીને છોડાવવા ઉપવાસ કરવાની કરી જાહેરાત. પાંચ દિવસ માં નહિ છોડાય તો ગાંધીનગરમા આમરણ ઉપવાસ .