LokSabha Election Live 2024: સાબરકાંઠા બાદ અમરેલી ભાજપમાં ભડકાના એંધાણ, ભરત સુતરીયાના વિરોધમાં લાગ્યા પોસ્ટર

સાબરકાંઠાના ઉમેદવારને લઈ ભાજપમાં ઉકળતો ચરૂ જેવી સ્થિતિ છે. ત્યારે આંતરિક લાવારસને શાંત પાડવા CM ખુદ સક્રિય થયા છે. મુખ્યમંત્રી નિવાસસ્થાને આજે બેઠક બોલાવાઈ છે

એબીપી અસ્મિતા વેબ ટીમ Last Updated: 30 Mar 2024 02:51 PM

બ્રેકગ્રાઉન્ડ

Lok sabha 2024 Live Update:2024ની લોકસભા ચૂંટણીમાં ઈતિહાસ રચાશે તે નિશ્ચિત છે. નરેન્દ્ર મોદીની ભાજપ સરકાર જીતની હેટ્રિક કરશે તો પણ ઈતિહાસ સર્જાશે. નરેન્દ્ર મોદી સતત ત્રણ ટર્મ માટે વડાપ્રધાન...More

અમરેલી ભાજપમાં વિખવાદ? ઉમેદવાર બદલવાની માંગના લાગ્યા પોસ્ટર

 એક બાજુ રાજકોટ લોકસભાના ઉમેદવાર પરષોતમ રૂપાલાના ક્ષત્રિય સમાજ પરના વિવાદિત નિવેદનથી ક્ષત્રિય સમાજમાં નારાજગી છે. ઠેર ઠેર રાજપૂત સમાજ રૂપાલા સામે વિરોધ નોંધાવી રહ્યો  છે. તો બીજી તરફ અમરેલીમાં પણ ભાજપની મુશ્કેલી વધતી હોય તેવા એંધાણ જોવા મળી રહ્યાં છે. ભાજપ ઉમેદવાર ભરત સુતરીયાના વિરોધમાં અહીં  પોસ્ટર લાગ્યાં છે. ધારીના દેવળા ગામે  પોસ્ટર લાગ્યાં છે. અમરેલીમાં ઉમેદવાર બદલવાની માગ સાથેના  પોસ્ટર વોર જોવા મળી રહી છે.અહીંના ઉમેદવાર ભરત સુતરિયે બદવાના પોસ્ટર લાગ્યા છે. જો કે  આ પોસ્ટર કોણે લગાવ્યા તે તપાસનો વિષય છે.