સગર્ભા મહિલા સંક્રમિત દર્દીઓને કોઈ ખાસ બીમારીના લક્ષણ નથી.
તેમણે જણાવ્યું હતું કે, સગર્ભા તમામ મહિલા દર્દીઓને ધનિષ્ઠ સારવાર આપવામાં આવશે. માતા અને બાળકને બચાવવું મુખ્ય લક્ષ્ય છે. હેલ્થ વિભાગે સંક્રમિત ક્લોઝ રિલેશનની તપાસ હાથ ધરી છે. તમામને પાલનપુર કોવિદ હોસ્પિટલ ખસેડાયા છે. નોંધનીય છે કે, ગઈ કાલે એલ.જી. હોસ્પિટલમાં પણ 12 સગર્ભાના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા.
નોંધનીય છે કે, ગુજરાત સરકાર દ્વારા હોસ્પિટલોને સારવાર માટે આવેલા દર્દીઓની જરૂર જણાય તો કોરોનાના રિપોર્ટ કરાવવાની છૂટ આપવામાં આવી છે. ત્યારે અમદાવાદની એલ.જી. હોસ્પિટલમાં 37 દર્દીઓના સેમ્પલ લેવામાં આવ્યા હતા. જેમાંથી 17 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આ 17 દર્દીઓમાં 12 સગર્ભા મહિલાઓનો પણ સમાવેશ થાય છે.