ધાનેરાઃ  બનાસકાંઠામાં એક જ પરિવારના ત્રણ સભ્યોના ફૂડ પોઇઝનથી મોત થતા અરેરાટી વ્યાપી ગઈ છે. ધાનેરાના કુંડી ગામે ફ્રુડ પોઇઝનની 7 લોકોને અસર થઈ હતી. સતત 10 દિવસની સારવાર બાદ 3 લોકોના મોત થયા છે, જ્યારે 4 સિરિયસ લોકોને અમદાવાદ ખસેડાયા છે. 


10 દિવસ પહેલા ખાધા ખોરીકીમાં કંઈક આવી જતા ફ્રુડ પોઇઝનની અસર થયાનું અનુમાન છે. ઘરના વડીલ છગનલાલ પુરોહિત અને નવીનભાઈ તેમજ દીકરી દક્ષા મોત થયું છે. તેમના મોતથી સમગ્ર સમાજમાં શોકનો માહોલ છવાયો છે. 3 મોત થતા પુરોહિત પરિવાર પર આફતનું આભ તૂટ્યું છે. એક જ પરિવારના ત્રણ મોત થતા જિલ્લાના અનેક આગેવાનો સોસીયલ મીડિયામાં શ્રધાંજલિ આપી હતી. 


19 વર્ષીય નેશનલ પ્લેયરનું વડોદરામાં ડેન્ગ્યુથી થઈ ગયું મોત, જાણો કોણ છે આ ખેલાડી?


વડોદરાઃ શહેરમાં 19 વર્ષીય આશાસ્પદ ખેલાડીનું ડેન્ગ્યુથી મોત નિપજ્યું છે. શહેરના આજવા રોડ ખાતે રહેતી સાક્ષી રાવલનું ડેંગ્યુથી મોત નીપજ્યું છે. ડેંગ્યુના કારણે મોતને ભેટનાર સાક્ષી રાવલ નેશનલ પ્લેયર હતી. 2019માં ઝારખંડ ખાતે યોજાયેલી જુડોની સુરાશ કોમ્પિટિશનમાં સાક્ષી રાવલે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.


પાણી જન્ય રોગચાળાએ નેશનલ પ્લેયર સાક્ષી રાવલનો ભોગ લીધો છે. નેશનલ પ્લેયર સાક્ષી રાવલના મોત થી પરિવારજનો અને સાથી ખેલાડીઓમાં શોકની લાગણી ફરી વળી છે. 


Ahmedabad : બાળક માટે આયા રાખવાનું વિચારી રહ્યા હોય તો વાંચી લો આ સમાચાર, નહીંતર પસ્તાવું પડશે


અમદાવાદઃ અત્યારે બદલાતી જતી લાઇફ સ્ટાઇલ અને નોકરિયાત માતા-પિતા દીકરા-દકરીની સંભાળ રાખવા માટે આયા રાખતા હોય છે, ત્યારે તમે પણ આયા રાખવાનું વિચારી રહ્યા હોય તો આ સમાચાર તમારા માટે છે. જો તમે પણ આવી કોઈ ભૂલ કરી તો પછી પસ્તાવાનો વારો આવી છે. અમદાવાદમાં માનવ તસ્કરીના પ્રયાસનો  મામલો સામે આવ્યો છે. ૧૧ માસની દિકરીનો ફોટો મુંબઈમાં માનવ તસ્કરી કરતા વ્યક્તિને મોકલવામાં આવ્યો હતો. બાળકીને સાચવાવા માટે રાખેલી આયા અને તેના પતિએ બાળકીને વેચવાનુ કાવતરૂ રચ્યુ હતું . પશ્ચિમ બંગાળ  પોલીસે ફરીયાદીને જાણ કરતા મામલો સામે આવ્યો છે. 


આયા બીંદુ શર્માની પુછપરછ કરતા ઘર છોડીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો. સમગ્ર મામલે ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં બિંદુ શર્મા, તેના પતિ અમિત શર્મા અને મહારાષ્ટ્રના પ્રશાંત કાંબલે વિરુદ્ધ ફરીયાદ નોંધાઈ છે. જો તમે પણ આયા રાખવાનું વિચારતાં હોય તો આયા વિશે સંપૂર્ણ વિગત મેળવી લેવી જરૂરી છે. અન્યથા આવી કોઈ વ્યક્તિ આયા તરીકે આવી ગઇ તો પસ્તાવું પડી શકે છે.