ઊંઝાઃ વિશ્વભરમાં પથરાયેલા કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના ઊંઝામાં આગામી 18થી 22 ડિસેમ્બરે વિશ્વ કલ્યાણ અર્થે ગુજરાતની ધરતી ઉપર સૌપ્રથમવાર લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. રવિવારે આ મહાયજ્ઞના મુખ્ય યજમાન સહિતની યોજાયેલી 22 જેટલી ઉછામણીમાં પાટીદારોએ મા ઉમિયાના ચરણોમાં ખુલ્લા મને દાનવર્ષા કરી હતી.

18મી શતાબ્દી રજત જયંતી મહોત્સવ 2009ને 10 વર્ષ પૂર્ણ થતાં હોવાથી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ગુજરાતમાં ન થયો હોય તેવો પ્રથમ વખત 108 યજ્ઞકુંડ તેમજ 1100 દૈનિક પાટલાના યજમાનો સાથે દિવ્ય શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન 18થી 22 ડિસેમ્બરે કરવામાં આવ્યું છે. જેના ઉપલક્ષમાં રવિવારે બપોરે ઊંઝાના ઉમિયા બાગમાં ભવ્ય ઉછામણી યોજાઈ હતી.

દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓએ દાનવર્ષા કરી 2009માં યોજાયેલા 18મી શતાબ્દી ધર્મોત્સવનો રૂપિયા 4.50 કરોડનો રેકોર્ડ તોડી રૂપિયા 7.48 કરોડની બોલી બોલ્યા હતા. ઉછામણી ત્રણ કલાક ચાલી હતી. જોકે, વરસાદના કારણે 8 બોલી રોકી દેવામાં આવી હતી.

સૌપ્રથમ યજ્ઞશાળા વિજયસ્તંભની ઉછામણીની શરૂઆત રૂપિયા 6,66,666થી થઈ હતી, જેનો લાભ 25મી હરોળમાં બેઠેલા ઊંઝાના પટેલ કાશીરામ પ્રભુદાસ પટેલે રૂપિયા 33,33,333એ લીધો હતો. જ્યારે મહોત્સવના મુખ્ય યજમાન ચતુર્થ કુંડની ઉછામણીની બોલી રૂપિયા 1,51,151થી શરૂ થઈ હતી જે ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ટાઈલ્સ) પરિવારે રૂપિયા 4,25,55,501માં લાભ લીધો હતો.

બ્રાહ્મણ યજમાનની ઉછામણીની શરૂઆત રૂ.11,11,111 થઈ હતી, જે રૂ.25,55,555માં ખોરજ જય સોમનાથ પરિવારના બાબુભાઇ પટેલે લાભ લીધો હતો. બીજા કુંડનો લાભ રૂ.1,11,11,1111માં જે મેપ રિફોઇલ્સ ઓઇલ અમદાવાદવાળા મેહુલભાઈ અરવિંદભાઈ પટેલ પરિવારે લીધો હતો.