મહેસાણાના વિજાપુર તાલુકામાં 21 વર્ષીય યુવતીનું દુષ્કર્મ થયાની ફરિયાદ નોંધવામાં આવી હતી. મળતી જાણકારી અનુસાર, મહેસાણાના વિજાપુર તાલુકાના ફુદેડા ગામમાં એક યુવતીને બ્લેક મેઇલ કરી ચાર વર્ષ સુધી જાતીય શોષણ કર્યાની ઘટના બની છે.


ફરિયાદમાં જણાવ્યા અનુસાર, વાસ્તવમાં યુવતી સગીરા હતી ત્યારે તે એક દિવસ ખેતરમાં જઇ રહી હતી ત્યારે તેનો પીછો કરી આરોપીઓએ તેને પકડી લીધી હતી અને બાદમાં તેને કિસ કરી તેના ફોટો પાડી લીધા હતા. બાદમાં ગામના જ બે આરોપી યુવાનો અંગત તસવીરો વાયરલ કરવાની ધમકી આપી છેલ્લા ચાર વર્ષથી યુવતીનું જાતીય શોષણ કરતા હતા. છેલ્લા ચાર વર્ષથી સતત બ્લેક મેઇલ અને જાતીય શોષણથી કંટાળીને આખરે યુવતીએ ગામના ચૌહાણ ધુળસિંહ અને ચૌહાણ સુરેશજી સામે લાડોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી હતી.


ઘરમાં ઘૂસી પરિણીતા પર આચર્યું દુષ્કર્મ


મહેસાણાના વિસનગરમાં પરિણીતા પર દુષ્કર્મ આચર્યાની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, વિસનગર શહેરમાં એક પરિણીતા પર દુષ્કર્મ થયાની ઘટના બની હતી. પોલીસ ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીએ એક મહિના અગાઉ ઘરમાં ઘૂસી બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી  પરિણીતા પર દુષ્કર્મ આચર્યું હતું. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, આરોપીએ એક મહિના અગાઉ પરિણીતાનું અપહરણ કર્યું હતું અને તેને નેપાળ ભગાડીને લઇ ગયો હતો. ત્યાં ગેસ્ટ હાઉસમાં પરિણીતા પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું. બાદમાં આરોપી મકાન ભાડે રાખી પરિણીતા સાથે રહેવા લાગ્યો હતો અને તેના પર વારંવાર મરજીથી વિરુદ્ધ શારીરિક શોષણ કરતો હતો. આ મામલે વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં હસનઅલી મોમીન અને સીરાઝ મોમીન સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. 


રાજકોટમાં 13 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ-હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો


રાજકોટમાં 13 વર્ષની સગીરા ઉપર દુષ્કર્મ ગુજરી તેની ઘાતકી હત્યા મામલે રાજકોટ પોલીસે ચોંકાવનારો ખુલાસો કર્યો છે. હત્યા-દુષ્કર્મના બનાવમાં હિસ્ટ્રીશીટર જયદીપ ઉર્ફે જયુ પરમારની ધરપકડ થઈ છે.   આરોપી જયદીપ પરમાર ઉર્ફે જયું નામનો આરોપી મૃત્યુ પામનાર સગીરાનાં પરિવારથી પરિચિત હોવાનો ખુલાસો થયો છે.   આરોપી જયદીપ પરમાર ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. 


રાજકોટમાં 13 વર્ષની સગીરા સાથે દુષ્કર્મ કરી ઘાતકી હત્યા કરનાર  આરોપી જયદીપ ઉર્ફે જયુ ઉમેશ પરમાર સગીરાના કાકાના પરીચયમાં આવ્યો પછી સગીરાના ઘરે જતો ત્યાં બાળા ઉપર નિયત બગડી હતી.  આરોપી સગીરાને એકતરફી પસંદ કરવા લાગ્યો હતો. 27મીએ સાંજે સગીરાને લાકડા વીણવા બંધ કારખાનામાં એકલી જતા જોય તેનો પીછો કરી વાતોમાં ભોળવી દુષ્કર્મ ગુજાર્યું હતું.   જીવતી જવા દેશે તો તેનો ગુનો પકડાઈ જશે તેમ માની કારખાનામાં પડેલ સળિયો અને બોથડ પદાર્થ મારી હત્યા નિપજાવી હતી.  બાદમાં આરોપી પોતે જ પરિવારજનો સાથે મળી બાળાને શોધવામાં લાગ્યો હતો. ગુનાનો ભેદ ઉકેલાઈ જતા પત્રકાર પરિષદ યોજી ડીસીપી ક્રાઈમ પાર્થરાજસિંહ ગોહિલે આ માહિતી આપી હતી