ડીસાઃ બનાસકાંઠામાં 17 વર્ષીય સગીરાને નોકરીની લાલચ આપીને બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. ડીસાની સગીરાને મોલમાં 10 હજાર રૂપિયાની નોકરી આપવાનું કહી બિઝનેસમેન હોટલમાં લઇ ગયો હતો. તેમજ ચપ્પુની અણીએ બળાત્કાર ગુજાર્યો હતો. બળાત્કાર આચરનાર સહિત 2 સામે ફરિયાદ નોંધાવી છે. ડીસા દક્ષિણ પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બળાત્કાર પછી સગીરા ખૂબ જ ડરી ગઈ હતી. આ પછી તેણે પોતાના સંબંધીને વાત કરતા હિંમત આપતા તેમણે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. સગીરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપી બિઝનેસમેને સગીરાને નોકરીને બહાને મળવા બોલાવી કારમાં બેસાડી એક હોટલમાં લઈ ગયા હતા. અહીં નાસ્તો કરવાને બહાને હોટલના રૂમમાં લઈ જઈ છરી બતાવી બળાત્કાર ગુજાર્યો હતો.

સગીરાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, હોટલના રૂમમાં લઈ જઈ મને તું બેસ ચા-નાસ્તો આવે છે, તેમ કહી બિઝનેસમેને રૂમનો દરવાજો બંધ કરી દીધો હતો. રૂમનો દરવાજો બંધ કરવા મુદ્દે પૂછતાં શાંતિથી વાત થાય તે માટે બંધ કર્યો હોવાનું કહી બિઝનેસમેન સગીરાને બાથમાં લઈને કિસ કરવા લાગ્યા હતા અને છાતી દબાવવા લાગ્યા હતા. સગીરાએ છૂટવા પ્રયાસ કરતા તેણે ચાકુ કાઢીને મારી નાંખવાની ધમકી આપી હતી કે, મને શરીર સંબંધ બાંધવા દે, તને મહિને 10 હજારની નોકરી આપીશ નહીં તો જાનથી મારી નાંખીશ. આ પછી તેણે સગીરાને પરાણે પલંગમાં બેસાડી ગ્રીન કલરનો શર્ટ અને બ્લેક પેન્ટ કઢાવી નિર્વસ્ત્ર કરી સગીરાની ઇચ્છા વગર જ સંભોગ કર્યો હતો. સગીરાને ખુબ જ દુઃખાવો થતો હોવા છતા યુવક તેને છોડતો નહતો.

સગીરાનો આક્ષેપ છે કે, બિઝનેસમેને તેને પરાણે મુખમૈથુન પણ કરાવ્યું હતું. એટલું જ નહીં, સગીરાના કપડા લઈ લીધા હતા અને જો કોઈને આ અંગે વાત કરશે, તો નગ્ન હાલતમાં જ મૂકીને જતા રહેવાની ધમકી આપી હતી. સગીરાએ બહુ કાકલુદી કર્યા પછી તેણે કપડા પાછા આપતા સગીરા કપડા પહેરીને ત્યાંથી નીકળી ગઈ હતી. સગીરાની ફરિયાદને આધારે પોલીસે બળાત્કાર ગુજારનાર આરોપી સહિત બે સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.