બનાસકાંઠાઃ ધાનેરામાં એજ્યુફન ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ પર દુસક્રમ અને ગર્ભપાતની ફરિયાદ દાખલ થઈ છે. એજ્યુફન ટ્રસ્ટ દ્વારા જાહેર કાર્યક્રમો કરી મહિલા સશક્તિકરણની વાતો કરતા પારસ સોનીએ યુવતીની જિંદગી બગાડતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. પારસ સોની નેતાઓ અને અધિકારીઓ સાથે વૃક્ષા રોપણના કાર્યક્રમો કરી ફોટાઓ પડાવી ટ્રસ્ટના નામે ઉઘરાવતો પૈસા હતો.  


પારસ સોની એજ્યુફન ટ્રસ્ટ અને પોતાની ખાનગી સ્કૂલ મારફતે શિક્ષિકા યુવતીના ટચમાં આવ્યો હતો. પારસ સોનીએ યુવતીને લગ્નની લાલચ તેમજ ખોટા વચનો આપીને તેની સંસ્થા અને હોટલમાં દુસ્કર્મ કર્યું હતું. લગ્ન ની લાલચ આપી પરણિત યુવતીને છૂટાછેડા લેવા મજબુર કરી તરછોડી છોડી દેતા ફરિયાદ નોંધાઈ. છેલ્લા ચાર વર્ષોથી લગ્નની લાલચ આપી યુવતીનું શોષણ કરતો હતોય યુવતીને છેતરાઈ હોવાનો અહેસાસ થતા આખરે યુવતીએ નોંધાવી ફરિયાદ. પારસ સોની આગાઉ પણ બે વાર યુવતી સાથે પણ ઝડપાયેલો છે. ધાનેરા પોલીસ યુવતીની ફરિયાદ નોંધી પારસ સોનીની કરી અટકાયત.


સુરતઃ 27 વર્ષીય યુવતી પર સામૂહિક દુષ્કર્મ, યુવતીને લગ્નની લાલચ આપીને બનાવી હવસનો શિકાર


સુરતઃ સુરતની ઉમરાની નંદનવન સોસાયટીમાં મહિલા સાથે સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. ઉમરા પોલીસ મથકમાં 3 સામે ગુનો નોંધાય છે. જયેશ હેમંત,યોગી પવાર અને અન્ય એક સામે ગુન્હો નોંધાયો છે. લગ્નની લાલચ આપી વીડિયો ઉતારી બ્લેકમેલ કરી હોવાનો આરોપ. ઉમરાના નંદનવન સોસાયટીમાં આવેલા એક બંગલામાં 27 વર્ષીય યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ થયું.


લગ્નની લાલચ આપી તેની સાથે સામૂહિક દુષ્કર્મ કરવાની ઘટના સામે આવી છે.  આ ઘટનાના મુખ્ય સૂત્રધારે પીડિતાનો વીડિયો ઉતારી તેને બ્લેકમેલ કરી. જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ઉમરા પોલીસે આ મામલે મુખ્ય સૂત્રધાર સહિત 3 લોકો સામે ગુનો દાખલ કર્યો છે. 


અન્ય એક ઘટનામાં  ઉધના વિસ્તારમાં પેટમાં દુખાવો થતાં સૂતેલી સગીરાનાં કપડાં ઉતારી દુકાનદારે અડપલાં કર્યાં. તરુણીએ ઘરે જઇ માતાને ફરિયાદ કરતાં ઉધના પોલીસે સંદીપ ચૌધરીને દબોચ્યો. ઉધના હરિનગર વિસ્તારમાં સગીરા પ્લાસ્ટિકની દુકાનમાં નોકરી કરતી હતી. પેટમાં દુખાવો થતાં ગોળી લઇ પાછળ રહેતા શેઠના ઘરમાં સૂતેલી હતી, ત્યારે તરૂણીની શેઠે જ લાજ લેવાની કોશિશ કરી હતી. આ તરુણીની બાજુમાં સૂઇ જઇ તેનાં કપડાં ઉતારી અડપલાં કર્યા. જાગી ગયેલી તરુણીએ ભાગીને માતાને જાણ કરી. ઉધના પોલીસે ગુનો નોંધી દુકાનદારની ધરપકડ કરી હતી.