ડીસામાં રાષ્ટ્રીય એકતા મંચના કાર્યક્રમમાં હાર્ટએટેક આવતાં સંતનું મોત, જાણો કોણ છે આ સંત?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 03 Oct 2020 08:00 AM (IST)
અજમલ ભારતી નામના સંત કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી સીડી ઉતરતી વખતે જ તેમને હાર્ટ એટેક આવી ગયો હતો.
ડીસાઃ બનાસકાંઠાના ડીસામાં રાષ્ટ્રીય એકતા મંચના કાર્યક્રમમાં સંતનું મોત થયું છે. કાર્યકમમાં પુર્વ આઈ.પી.એસ. ડી જી વણઝારા ઉપસ્થિત રહ્યા હતા. કાર્યકમ પુર્ણ થતાં સીડી ઉતરતા સંતને હાર્ટએટેક આવતા મોત થયું હતું. મળતી વિગતો પ્રમાણે અજમલ ભારતી નામના સંત કાર્યક્રમમાં હાજરી આપવા માટે આવ્યા હતા. કાર્યક્રમ પૂરો થયા પછી સીડી ઉતરતી વખતે જ તેમને હાર્ટ એટેક આવી ગયો હતો. જેથી તેમને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહીં સારવાર દરમિયાન અજમલભારથીનું મોત થયું હતું. સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા મૃત જાહેર કરાયા હતા.