ઊંઝા: નગરપાલિકાના ભાજપનાં મહિલા સદસ્યએ ભાજપના જ કોર્પોરેટર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવ્યા છે. વાત મારમીટ સુધી પહોંચી ગઈ છે. ભાજપનાં મહિલા સદસ્યએ કહ્યું કે, મે ભ્રષ્ટાચાર રોકવાની કોશિશ કરી જેના કારણે મારા પર હુમલો કરવામાં આવ્યો છે.


 



મહેસાણાના ઊંઝા નગરપાલિકાના ભાજપના મહિલા કોર્પોરેટર પર થયેલ હુમલાને મુદ્દે ભોગ બનનાર ભાજપ મહિલા કોર્પોરેટર કામિનીબેન સોલંકીએ ભાજપ શાસિત નગરપાલિકાના સદસ્યો સામે ગંભીર આરોપો લગાવ્યા છે. કામિનીબેને કહ્યું કે દૂધ કમિટીમાં ભ્રષ્ટાચાર થતો હતો જેને લઈ મે ભ્રષ્ટાચાર રોકવા અવાજ ઉઠાવ્યો હતો જેની અદાવત રાખી પાલિકાના દૂધ કમિટીનાં ચેરમેન પ્રિયંકાબેન પટેલના પતિએ મારા પર હુમલો કર્યો છે. 


મે નગર પાલિકામાં થતો ભ્રષ્ટાચાર રોકવા માટે અવાજ ઉઠાવ્યો હતો જેના કારણે મારા પર અવાર નવાર ખોટા આક્ષેપો કરી મને સસ્પેન્ડ કરવા માટે તજવીજ કરી હતી. હુમલામાં ઘાયલ મહિલા કોર્પોરેટર મહેસાણાની સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે ત્યારે આ મામલે કામિનીબેન સોલંકીએ ભાજપના મહિલા કોર્પોરેટર પ્રિયંકાબેન પટેલનાં પતિ સહિત ચાર લોકો સામે એક્રોસિટી એક્ટ મુજબ પોલીસ ફરિયાદ નોંધાવી છે.


કોળી સમાજમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા કુંવરજી બાળળીયાએ આપી પહેલી પ્રતિક્રિયા
રાજકોટ:  કોળી સમાજના અગ્રણી નેતા કુંવરજી બાળળીયાને જ્યારથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારથી રાજકારણ ગરમાયું છે. ભાજપના ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયાની આજે પ્રેસ કોન્ફરન્સ કરી પહેલીવાર નિવેદન આપ્યું છે. આજે કુંવરજી બાળળીયાએ કહ્યું કે, ગઈ કાલે રાત્રે સમાધાન થઈ ચૂક્યું છે, મારે ચંદ્ર વદન પીઠાવાલા સાથે વાત થઈ ગઈ છે અને હવે કોર્ટમાંથી કેસ પરત ખેંચવામાં આવશે. તો બીજી તરફ જ્યારે આ સમાધાનની વાત અંગે અજીત ભાઈને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે, મારે કોઈની સાથે વાત થઈ નથી, તેઓ ખોટુ બોલે છે. નોંધનિય છે કે, ગઈકાલે કોળી સમાજના પ્રમુખ અજીત ભાઈએ કુવરજી બાવળીયા પર આકરા પ્રહારો કર્યા હતા. હવે બન્ને આગેવાનો એક બીજા પર આરોપ પ્રત્યારોપ કરી રહ્યા છે. ત્યારે કોળી સમાજના આ બન્ને અગ્રણીઓનો વિવાદ આગામી સમયનાં કેવુ સ્વરૂપ ધારણ કરે તે જોવાનું રહ્યું.