તમામ લોકોએ કોરોનાને મ્હાત આપતાં વેબસાઇટ પર આ જિલ્લો કોરોનામુક્ત કરાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. જોકે, મોટી રાહતની વાત એ છે કે, હવે એક પણ કોરોનાનો દર્દી આ જિલ્લામાં નથી. ગુજરાતમાં બનાસકાંઠા એકમાત્ર જિલ્લો એવો છે, જે કોરોનામુક્ત છે.
ગુજરાતનો કયો જિલ્લો બન્યો કોરોનામુક્ત? એક સાથે 147 લોકોએ આપી કોરોનાને મ્હાત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
04 Aug 2020 02:48 PM (IST)
બનાસકાંઠા જિલ્લામાં ગઈ કાલે 147 લોકો સાથે કુલ 752 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે. તેમજ હાલ એક પણ એક્ટિવ કેસ રહ્યો નથી.
NEXT
PREV
અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે ઉત્તર ગુજરાત માટે મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે. ગઈ કાલે બનાસકાંઠા જિલ્લામાં એક સાથે 147 લોકોએ કોરોનાને મ્હાત આપી હતી. આ સાથે બનાસકાંઠા જિલ્લો કોરોનામુક્ત બન્યો છે. ગુજરાત સરકારની https://gujcovid19.gujarat.gov.in/ વેબસાઇટ પર આપેલા ડેટા પ્રમાણે ગઈ કાલે 147 લોકો સાથે કુલ 752 લોકોએ કોરોનાને મ્હાત આપી દીધી છે. તેમજ હાલ એક પણ એક્ટિવ કેસ રહ્યો નથી.
તમામ લોકોએ કોરોનાને મ્હાત આપતાં વેબસાઇટ પર આ જિલ્લો કોરોનામુક્ત કરાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. જોકે, મોટી રાહતની વાત એ છે કે, હવે એક પણ કોરોનાનો દર્દી આ જિલ્લામાં નથી. ગુજરાતમાં બનાસકાંઠા એકમાત્ર જિલ્લો એવો છે, જે કોરોનામુક્ત છે.
તમામ લોકોએ કોરોનાને મ્હાત આપતાં વેબસાઇટ પર આ જિલ્લો કોરોનામુક્ત કરાયો છે. જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 16 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યો છે. જોકે, મોટી રાહતની વાત એ છે કે, હવે એક પણ કોરોનાનો દર્દી આ જિલ્લામાં નથી. ગુજરાતમાં બનાસકાંઠા એકમાત્ર જિલ્લો એવો છે, જે કોરોનામુક્ત છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -