બનાસકાંઠાઃ જિલ્લામાં કૂતરાએ અઢી વર્ષના બાળકનું માથું ફાડી ખાધું હોવાની ઘટના સામે આવતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પાલનપુર તાલુકાના ભટામલ ગામે કૂતરુ કરડવાની ઘટના બની છે. કૂતરાએ માથું ભાડી ખાતા ગંભીર હાલતમાં બાળકને સારવાર માટે પાલનપુર સિવિલમાં ખસેડવામાં આવ્યો છે. 


આ અંગેની વિગતો એવી છે કે, પાલનપુરના ભટામલ ગામે અઢી વર્ષનો બાળક ઘર બહાર રમી રહ્યો હતો. આ જ સમયે બાળકે રમતા રમતા કૂતરાની પૂછડી પકડી લેતા કૂતરાએ બાળકનું માથું કરડી ખાધું હતું. જેને કારણે બાળકને લોહીલૂહાણ હાલતમાં જ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. કૂતરાએ માથું ફાડી ખાતા ગરીબ માતા-પિતા બાળકનું ઓપરેશન કરાવવા લાચારી અનુભવી રહ્યા છે. 

Gujarat Corona Cases:રાજ્યમાં આજે કોરોનાના 22 કેસ નોંધાયા, 25 દર્દી થયા સાજા


ગાંધીનગર:  ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 25 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. રાજ્યમાં આજે સાંજે 5 વાગ્યા સુધીમાં 3,49,099 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.  


અત્યાર સુધી 251 કુલ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. જે પૈકી 04 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 247 દર્દીઓ સ્ટેબલ છે. અત્યાર સુધીમાં 8,14,595 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવી ચુક્યાં છે. અત્યાર સુધીમાં કુલ 10076 લોકોનાં મોત થઇ ચુક્યા છે. જો કે કોરોનાને કારણે આજે એક પણ દર્દીનું મોત થયું નથી. જે ગુજરાત માટે રાહતના સમાચાર છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 22  કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 25 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે.  રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે. 


જો રસીકરણની વાત કરીએ તો રાજ્યમાં હેલ્થકેર વર્કર્સ અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 116 લોકોને રસીનો પ્રથમ અને 5394 લોકોને રસીનો બીજો ડોઝ આજના દિવસમાં અપાયો છે. આ ઉપરાંત 18-45 વર્ષનાં 68895 નાગરિકોને રસીનો પ્રથમ અને 50602 દર્દીઓને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના 197841 દર્દીઓને કોરોનાની રસીનો પ્રથમ અને 26251 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવી ચુક્યો છે.આ પ્રકારે આઝના દિવસમાં કુલ 3,49,099 રસીના ડોઝ એક જ દિવસમાં અપાયા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 3,40,76,401 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે. 


એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ કુલ 251 દર્દીઓ એક્ટિવ છે. જે પૈકી 04 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 247 દર્દીઓ સ્ટેબલ છે. 814595 દર્દીઓ અત્યાર સુધીમાં ડિસ્ચાર્જ લઇ ચુક્યા છે. 10076 દર્દીઓનાં કોરોનાને કારણએ અત્યાર સુધીમાં મોત થઇ ચુક્યા છે. 


ક્યાં નોંધાયા કેસ


વડોદરા કોર્પોરેશન 8, અમદાવાદ કોર્પોરેશન 8, અમદાવાદ 1, આણંદ 1, જૂનાગઢ 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, સુરત કોર્પોરેશન 1 અને વડોદરામાં 1 કેસ નોંધાયો છે.