પાલનપુરઃ પાલનપુરના છેવાડના ગામની એક 35 વર્ષીય પરિણીતાની એકલતાનો લાભ ઉઠાવી ગામના જ યુવકે વારંવાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતાં સમગ્ર પંથકમાં ખભળાટ મચી ગયો છે. રાત્રીના સમયે યુવકે ઘરમાં ઘૂસી યુવતીને જાનથી મારી નાંખી કપડા ઉતરાવ્યા હતા અને પછી તેની અશ્લીલ તસવીરો મોબાઇલમાં લઈ લીધી હતી. તેમજ તેની સાથે પરાણે શરીરસુખ પણ માણ્યું હતું. 


આ પછી તો યુવક મન પડે ત્યારે પરિણીત યુવતી પાસે પહોંચી જતો હતો અને તેની મરજી ન હોય તો પણ તેની સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. પરિણીતા સંબંધ માટે ઇનકાર કરે તો યુવક મોબાઇલમાં ફોટા બતાવી તેને બદનામ કરી દેવાની ધમકી આપતો હતો અને પોતાની હવસ સંતોષતો હતો. 


બે સંતાનોની માતા એવી પરિણીતા ગત મંગળવારે બપોરના સમયે ખેતરે જઈ રહી હતી, ત્યારે આ યુવક ત્યાં આવી પહોંચ્યો હતો અને યુવતી પાસે શરીરસુખની માંગણી કરી હતી. જોકે, યુવતીએ સંબંધ બાંધવા માટે ઇનકાર કરી દીધો હતો. જેને કારણે યુવક ઉશ્કેરાઇ ગયો હતો અને પાઇપથી માર માર્યો હતો. તેમજ યુવતી પાસેથી દાતરડું લઈ લીધું હતું અને કાન પર મારી દીધું હતું. 


યુવકે દાતરડું મારતા યુવતીએ બૂમાબૂમ કરી મૂકી હતી. જે અવાજ સાંભળતી તેનો પતિ ત્યાં દોડી આવ્યો હતો. પરિણીતાના પતિને આવતો જોઇ હવસખોર યુવક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. યુવતીને કાનના ભાગે ઇજા થતાં તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. આ અંગે યુવતીએ ગઢ પોલીસ સ્ટેશનમાં હવસખોર યુવક સામે ફરિયાદ કરતાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવી છે. 


Palanpur : 17 વર્ષીય પ્રેમિકા સાથે પ્રેમીએ ઘરમાં વારંવાર માણ્યું શરીરસુખ, સગીરાને મહારાષ્ટ્ર જવાનું થયું ને......


પાલનપુરઃ બનાસકાંઠાની 17 વર્ષીય છોકરીને વડગામના યુવકે વારંવાર શરીરસંબંધ બાંધીને ગર્ભવતી બનાવી દેતા ખળભળાટ મચી ગયો છે. મામા સાથે મહારાષ્ટ્ર ગયેલી સગીરાને ત્યાં દુઃખાવો ઉપડતા સમગ્ર ઘટના સામે આવી હતી. આ અંગે સગીરાના મામાએ પોલીસ ફરિયાદ કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


આ અંગે મળતી વિગતો પ્રમાણએ, પાલનપુર તાલુકાાની 17 વર્ષીય સગીરાને વડગામના ભરકાવાડાના યુવક સાથે પ્રેમસંબંધ હતા. આથી સગીરા પ્રેમીને મળવા અનેકવાર તેના ઘરે પણ જતી હતી. આ સમય દરમિયાન પ્રેમીએ સગીરા સાથે અનેકવાર શરીરસુખ માણ્યું હતું. 


દરમિયાન સગીરાને તેના મામા કોઈ કામથી મહારાષ્ટ્રના પુના સાથે લઈ ગયા હતા. દરમિયાન ભાણીને પેટમાં દુઃખાવો ઉપડતા તેને મામા પુનાની સસુન હોસ્પિટલ લઈ ગયા હતા. અહીં તબીબે તપાસ કરતા સગીરા ગર્ભવતી હોવાનો ખુલાસો થયો હતો. આ વાત જાણી મામાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.


મામાએ ભાણીની પૂછપરછ કરતાં તેને વડગામના ભરકાવાડાના યુવક સાથે પ્રેમસંબંધ હોવાનું અને તેની નાદાનિયતનો લાભ ઉઠાવી યુવકે શારીરિક સંબંધ બાંધી ગર્ભવતી બનાવી દીધી હોવાનું જણાવ્યું હતું. સગીરાએ પુના ખાતે જ બાળકને જન્મ આપ્યો હતો. 


સગીરાના મામાએ પુનાના વાનવડી મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતાં ત્યાંથી સમગ્ર બળાત્કારની ફરિયાદ છાપી પોલીસ સ્ટેશનમાં ઓનલાઇન નોંધાવી હતી.