બનાસકાંઠાઃ કાંકરેજના થરામાં માસૂમ વિધાર્થિનીનું અકસ્માતમાં મોત નીપજતાં અરેરાટી વ્યાપી ગઈ છે. પહેલા ધોરણમાં અભ્યાસ કરતી 6 વર્ષીય વિધાર્થિની પ્રાચીનું અકસ્માતમાં મોત નીપજ્યું છે. વિધાર્થિની પોતાના ભાઈ સાથે સ્કૂલથી સાઇકલ ઉપર પરત ફરતી હતી ત્યારે પાછળથી ટ્રેક્ટરે ટક્કર મારતા વિધાર્થીનીનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.
માસૂમ વિધાર્થિનીના મૃતદેહને પોસમોર્ટમ માટે થરા રેફરલ હોસ્પિટલમાં ખસેડાઇ. થરા પોલીસે અકસ્માતને લઈને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતઃ ધોધમાર વરસાદ બાદ સુરત શહેરમાં રોગચાળો વર્ક્યો છે. મળતી જાણકારી અનુસાર નવાગામ ડિંડોલી વિસ્તારમાં અઢી વર્ષીય બાળકીનું ઝાડી ઉલટીના કારણે મોત થયાની ઘટના બની હતી.
મળતી જામકારી અનુસાર, મૃતક અઢી વર્ષની બાળકીનું નામ હંસિક ગૌતમ છે. તેને આજે સવારે ચાર વાગ્યે બાળકીને ઝાડા ઉલટી થતા તેને સારવાર માટે હૉસ્પિટલમાં લાવવામાં આવી હતી. પરંતુ બાળકીની તબિયત ગંભીર જણાતા નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાઈ હતી. જો કે ત્યાં ફરજ પર હાજર ડોક્ટરે બાળકીને મૃત જાહેર કરી હતી. બાળકીનું મોત થતા પરિવારમાં શોકનો માહોલ છે.
અમરેલીમાં 5 દિવસના વિરામ બાદ ફરી શરૂ થયો વરસાદ
રાજ્યમાં આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આજથી ત્રણ દિવસ દરમિયાન ઉત્તર ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અતિભારે વરસાદ વરસશે. જ્યારે પાટણ, મહેસાણા અને બનાસકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદની શક્યતાને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અમરેલી શહેરમાં વહેલી સવારથી વાતાવરણમાં આવ્યો પલટો આવ્યો છે. સવારથી જ વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. પાંચ દિવસથી વરસાદે વિરામ લીધો હતો. શહેરના જુદા જુદા વિસ્તારમાં ધીમીધારે વરસાદનું આગમન થયું છે. શહેરના રાજકમલ ચોક, હરીરોડ મેન બજાર વિસ્તાર, ચિતલ રોડ, લાઠી રોડ, એસટી ડિવિઝન સહિતના વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે.
રાજકોટના ગોંડલ નેશનલ હાઇવે પર વરસાદ પડ્યો છે. બિલિયાળા, ભુણાવા સહિતના ગ્રામ્ય વિસ્તારોના સીમ વિસ્તારમાં વરસાદ છે. જુનાગઢ પંથકમાં વરસાદી માહોલ છે, અહીં ધીમી ધારે પડી રહ્યો છે વરસાદ. દિવાન ચોક, આઝાદ ચોક, ગાંધી ચોક,સરદારબાગ સહિતના વિસ્તારમાં ધીમીધારે વરસાદ છે તો ગ્રામ્ય પંથકમાં પણ ધીમી ધારે વરસાદ છે.
નવસારી જિલ્લામાં એક અઠવાડિયાના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. નવસારીના ગણદેવી,બીલીમોરા સહિત વિસ્તારમાં વરસાદ છે. હવામાન વિભાગની આગાહીની પગલે યાત્રાધામ બેટ દ્વારાકા જતી ફેરી સર્વિસ આજથી ત્રણ દિવસ માટે બંધ રાખવાનો ગુજરાત મેરી ટાઈમ બોર્ડે નિર્ણય કર્યો છે. ઓખા પંથકમાં વરસાદી વાતાવરણ સાથે ઝરમર વરસાદ વરસી રહ્યો છે.
અમદાવાદ અને ગાંધીનગરમાં પણ આજે અને આવતીકાલે ભારે વરસાદ પડવાની શક્યતા છે.