મહેસાણા: ઊંઝા તાલુકા ભાજપ પ્રમુખને જિલ્લા સદસ્યના પતિએ તમાચા ઝીંકી દેતા ચકચાર મચી છે. દેવેન્દ્રકુમાર બાબુલાલ પટેલ નામના જિલ્લા સદસ્યના પતિએ તમાચા ઝીકયા હોવાની વાત સામે આવી છે. હવે આ મામલે સામે આવેલી વિગતો અનુસાર તાલૂકા ભાજપ પ્રમુખ લક્ષ્મણભાઈ પટેલે દેવેન્દ્ર પટેલ વિરુદ્ધ પાર્ટીમાં રજુઆત કરી હતી. ઐઠોર ખાતે ભાજપની બેઠકમાં તાલુકા ભાજપ પ્રમુખને બહાર બોલાવી તમાચા ઝીંક્યા હતા. અમારી વિરુદ્ધ પાર્ટીમાં કેમ રજુઆત કરી તેમ કહી માર માર્યો હતો.


 



જે બાદ તાલુકા ભાજપ પ્રમુખે ઊંઝા પોલીસ મથકે અરજી આપી છે. દેવેન્દ્રભાઈ પટેલના પત્ની કહોડા જિલ્લા પંચાયત બેઠકના સદસ્ય છે. તો બીજી તરફ દેવેન્દ્રભાઈ પટેલે ઉછીના લીધેલા પૈસા પરત નહીં આપતા કંટાળી માર માર્યો હોવાનું નિવેદન આપ્યું છે. આ સમગ્ર મામલે ઉનાવા પોલીસ મથકમાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.


ભાજપની દ્વારકા અને બનાસકાંઠાની મુખ્ય સમિતિનું વિસર્જન


ગુજરાત ભાજપ દ્વારા  જિલ્લા સ્તરે સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યો છે. ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ દ્વારા આજે 4 જીલ્લા પ્રમુખની નિમણુંક કરવામાં આવી છે. બનાસકાંઠાના ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે કીર્તિ સિંહ વાઘેલાની નિમણૂક કરવામાં આવી છે.  દેવભૂમિ દ્વારકાના ભાજપ જિલ્લા પ્રમુખ તરીકે મયુર ગઢવીની નિમણૂક કરવામાં આવી છે.  અમરેલી ભાજપ જિલ્લાના પ્રમુખ તરીકે રાજેશ કબરિયાની નિમણૂક કરવામાં આવી છે. જ્યારે સુરેન્દ્રનગર જીલ્લા ભાજપ તરીકે હિતેન્દ્રસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે.


નોંધનીય છે કે, ભાજપની દ્વારકા અને બનાસકાંઠાની મુખ્ય સમિતિનું વિસર્જન કરવામાં આવ્યું હતું. બંને જિલ્લાના ભાજપ પ્રમુખે જવાબદારી સ્વીકારવામાં પ્રતિકૂળતા દર્શાવતા નિર્ણય લેવામાં આવ્યો છે. જે બાદ ભાજપ અધ્યક્ષ સીઆર પાટિલે બંને જિલ્લાની મુખ્ય સમિતિનું વિસર્જન કર્યું.









રાજ્યના પત્રકાર આલમ અને પોલીસ બેડામાં ખળભળાટ મચાવે તેવો કિસ્સો સામે આવ્યો છે. ભાજપના એક નેતાએ કથિત પત્રકારો સાથે મળી આઠ કરોડની ખંડણીનું ષડયંત્ર રચ્યું હતું. નિવૃત્ત આઈપીએસને બદનામ કરી આઠ કરોડની ખંડણી વસૂલવા ષડયંત્ર રચાયો હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ અંગે આજે એટીએસે પત્રકાર પરિષદ કરીને માહિતી આપી હતી.


જી.કે.પ્રજાપતિ નામના નેતાએ નિવૃત્ત આઈપીએસને બદનામ કરી ખંડણી ઉઘરાવવાનો પ્રયાસ કર્યો હતો. આ માટે દુષ્કર્મની ફરિયાદી પણ દબાણ કરી ખોટું એફિડેવિટ બનાવાયું હતું. જી.કે.પ્રજાપતિએ રચેલા ષડયંત્રમાં બે કથિત પત્રકારોની પણ સામેલગીરી સામે આવી છે. સુરતના રહેવાસી સહિત પાંચ લોકની ગુજરાત એટીએસે ધરપકડ કરી હતી.આશુતોષ પંડ્યા, કાર્તિક જાની નામના પત્રકારો પણ તોડબાજીમાં સામેલ હોવાનો આરોપ છે. સુરતના હરેશ જાધવ અને રાજુ પરમાર પર ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ છે. જી.કે.પ્રજાપતિ સહિતના આરોપીએ મહિલા પર દબાણ કરીને એફિડેવિટ કરાવ્યાનો આરોપ છે.