મહેસાણા: પાટણના ભાજપ સાંસદ ભરતસિહ ડાભી અર્બુદા સેનાના કાર્યલયના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા. વિપુલ ચોધરીની અર્બુદા સેનાના કાર્યલયનું ઉદ્ઘાટન ભરતસિંહ ડાભીએ કર્યું. જો કે આ સમયે તેમણે નિવેદન આપ્યું તેને લઈને રાજકારણ ગરમાયું છે. તેમણે 2022ની વિધાનસભાની ચુંટણીમાં વિપુલ ચોધરીને સક્રિય રાજકારણમાં લાવી ફરી ગૃહમંત્રી બનાવવાની ઈચ્છા કરી. પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ લોકોને સંબોધન કરતા કહ્યુ કે, આપણે વિપુલ ચોધરીને 2022માં સક્રિય રાજકારણમાં લાવી ફરી ગૃહ રાજ્યમંત્રી બનાવવા છે. ભાજપના સાંસદના આ નિવેદનથી મહેસાણાનું રાજકારણ ફરી ગરમાયું છે.


 



ઉદ્યોગપતિઓના દેવા માફ કરે છે પરંતુ ખેડૂતોના દેવા માફ નથી કરતા






રાહુલ ગાંધીએ કહ્યું કે જો કોગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોનું વીજ બિલ માફ કરાશે. ત્રણ હજાર અંગ્રેજી માધ્યમની સ્કૂલ અને દીકરીઓને મફત શિક્ષણ આપીશું. સરદાર પટેલની મૂર્તિ બનાવનારી સરકાર હજારો સ્કૂલ બંધ કરી રહી છે.  કોગ્રેસ નેતાએ કહ્યું કે કોગ્રેસની સરકાર બનશે તો ગેસ સિલિન્ડર 500 રૂપિયામાં આપીશું. ઉપરાંત 10 લાખ યુવાઓને રોજગારી આપવાનું પણ રાહુલ ગાંધીએ વચન આપ્યું હતું.










કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય કરાશે

રાહુલ ગાંધીએ કહ્યું કે ગુજરાતમાં આંદોલન કરવા માટે મંજૂરી લેવી પડે છે. સરદાર પટેલ પણ કોગ્રેસના કાર્યકર અને નેતા હતા. ભાજપથી ગુજરાતની જનતા દુઃખી છે. કોરોનામાં ગુજરાતમાં ત્રણ લાખ લોકોના મોત થયા છે. કોગ્રેસની સરકાર બનશે તો કોરોનાથી મૃત્યુ પામેલાના પરિવારજનોને ચાર લાખ રૂપિયાની સહાય કરાશે.










બે-ત્રણ ઉદ્યોગપતિઓને જેટલી પણ જમીન જોઇએ સરકાર તરત આપી દે છે

રાહુલ ગાંધીએ કહ્યું કે બે-ત્રણ ઉદ્યોગપતિઓને જેટલી પણ જમીન જોઇએ સરકાર તરત આપી દે છે. આદિવાસી થોડી પણ જમીન માંગે તો સરકાર આપતી નથી. દેશમાં વિજળીનો સૌથી વધુ ભાવ ગુજરાતમાં છે. જીએસટીથી દુકાનદારોને માત્ર નુકસાન થયું છે. ખેડૂતો, મજૂરો, નાના વેપારીઓને નહી, માત્ર બે-ત્રણ ઉદ્યોગપતિઓને ફાયદો થાય છે.











ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયું છે

રાહુલ ગાંધીએ કહ્યું કે આજે સરદાર પટેલ હોત તો ખેડૂતોના વિરોધનો કાયદો ના લાવ્યા હોત. એક તરફ પ્રતિમા બનાવે છે અને બીજી તરફ સરદારના વિચારો વિરુદ્ધનું કાર્ય કરે છે. ગુજરાત ડ્રગ્સનું સેન્ટર બની ગયું છે. તમામ ડ્રગ્સ મુંદ્રા પોર્ટ પરથી નીકળે છે તો પણ કેમ કાર્યવાહી થતી નથી.










કોગ્રેસના કાર્યકરો વિચારધારાની લડાઇ લડી રહ્યા છે

રાહુલ ગાંધીએ કહ્યું કે કોગ્રેસના કાર્યકરો વિચારધારાની લડાઇ લડી રહ્યા છે. સરદાર પટેલ ગુજરાત અને હિંદુસ્તાનના ખેડૂતોનો અવાજ હતા. ગુજરાત અને હિંદુસ્તાનના ખેડૂતોના હિત માટે અવાજ ઉઠાવતા હતા.