મહેસાણાના બહુચરાજીના કરણસાગરમાં જૂથ અથડામણની ઘટના બની હતી. મળતી જાણકારી અનુસાર, બહુચરાજીના કરણસાગરમાં ગરબા રમવા બાબતે બે જૂથ વચ્ચે અથડામણની ઘટના બની હતી. જૂથ અથડામણમાં બંન્ને પક્ષો વચ્ચે પથ્થરમારો પણ થયો હતો. જૂથ અથડામણની ઘટનામાં બે લોકોને ઇજા પણ પહોંચી હતી. પોલીસે આ મામલે 13 લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
કરણસાગરમાં ગરબા રમવા બાબતે એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો. જૂથ અથડામણમાં બે લોકોને ઇજા પહોંચી હતી. ઘટનાની જાણ થતા બહુચરાજી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. ગામમા કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બંન્ને જૂથના કુલ 13 લોકો સામે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી.
ગઇકાલે મહેસાણાના કડી તાલુકાના વરઘોડાગામે પશું રોડ પરથી હટાવવા મુદ્દે જૂથ અથડામણ થઇ હતી. રોડ પર બાઈક લઇ આવતા એક યુવાને પશુઓને રસ્તા પરથી હટાવવાનું કહેતા મારામારી થઇ હતી. પશુઓ રોડ પરથી હટાવાનું કહેતા 10 જેટલા લોકોએ હુમલો કર્યો હતો. કડી પોલીસે હુમલો કરનાર 10 પશુપાલકો સામે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી હતી.