વડાલીઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. કોરોનાની ચપેટમાં ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ આવી ચૂક્યા છે. ત્યારે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસના એક દિગ્ગજ નેતાનું કોરનાથી મોત થતાં કાર્યકરોમાં દુઃખની લાગણી ફરી વળી છે. 


સાબરકાંઠામાં વડાલી તાલુકાના કોંગ્રેસ પક્ષના તાલુકા પ્રમુખ અને એડવોકેટ ખેમરાજદાન ગઢવીનું નિધન થયું છે. પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ અને પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ જયેન્દ્રસિંહ રાઠોડનું કોરોનાથી નિધન થયું છે. કોરોનાથી સંક્રમિત થતા બંને આગેવાનોને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.  કોરોનાને લઈને  નિધન થતાં બંને પક્ષે સિનિયર આગેવાનો ગુમાવ્યા છે. 


સૌરાષ્ટ્રમાં કયા ભાજપના મહિલા નેતાનું કોરોનાની સારવાર દરમિયાન થયું નિધન? ભાજપમાં શોકનો માહોલ


રાજકોટઃ ગુજરાતમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસના કેટલાય નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી ગયા છે. હવે રાજકોટ જીલ્લા પંચાયતની સાણથલી બેઠકના ભાજપના સભ્ય નિર્મળાબેન ધનજીભાઈ ભુવાનું કોરોનાની સારવાર દરમિયાન નિધન થયું છે. છેલ્લા 20 દિવસથી નિર્મળાબેનની રાજકોટમાં સારવાર ચાલતી હતી. ત્યારે ગઈ કાલે નિર્મળાબેન ભુવાનું મૃત્યુ થયું હતું. 


નિર્મળાબેનની કોરોનાની સારવાર ચાલતી હતી ત્યાં જ તેમનું મૃત્યુ થતાં ભાજપમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 5 દિવસ પહેલા જ જસદણ પંથકના જિલ્લા પંચાયતની શિવરાજપુર બેઠકના કોંગ્રેસના સભ્ય રણજીતભાઈ મેણીયાનું કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું. 


કોરોનાને કારણે પાંચ દિવસમાં રાજકોટ જિલ્લા પંચાયતના બે સભ્યોના મૃત્યુ થયા છે. બન્ને જસદણ વિસ્તારના આગેવાનોના જ મૃત્યુ થતા જસદણ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે. 


Vadodara : પોલીસકર્મીનું કોરોનાથી મોત, કોણ છે આ પોલીસ અધિકારી?


વડોદરાઃ ગુજરાતમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે, ત્યારે અનેક લોકોના કોરોનામાં મોત પણ થઈ રહ્યા છે. કોરોનાની ચપેટમાં અનેક પોલીસકર્મીઓ પણ આવી ગયા છે. વડોદરાના વધુ એક પોલીસકર્મીનું કોરોનાથી મોત નીપજ્યું છે. 


ASI વિરુભાઈ ભીલનું સારવાર દરમ્યાન મોત થયું છે. asi વિરુભાઈ પોલીસ હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા હતા. વાઘોડિયા ખાતે સારવાર દરમ્યાન મોત થયું છે. વડોદરા પોલીસ હેડક્વાર્ટરના જવાનોએ asi વિરુભાઈને આપી શોક સલામી આપી હતી. 


આજે સંઘ પ્રદેશ દમણ ના પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલનું પણ અવસાન થયું છે. થોડા દિવસ પહેલા જ કોરોના ગ્રસ્ત થતા વાપીથી મુંબઈની ખાનગી હોસ્પિટલમાં સરવવાર ચાલી રહી હતી.