મળતી માહિતી મુજબ મહેસાણા જિલ્લાના જોટાણા તાલુકામાં કોરોના વાયરસનો પ્રથમ કેસ જોવા મળ્યો છે. મહેસાણા જિલ્લાના કડી, વિજાપુર, બહુચરાજી, વડનગર, ખેરાલુ, સતલાસણા અને વિસનગરન બાદ હવે જોટાણા તાલુકામા પણ કોરોનાનો કેસ સામે આવ્યો છે. આવ્યો .
જોટાણાના 58 વર્ષના વ્યક્તિનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. તે હાલમાં અમદાવાદની ઝાયડસ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
આ સાથે જ મહેસાણા જિલ્લામાં કોરોના દર્દીની સંખ્યા 95એ પહોંચી ગઈ છે. 22મેના રોજ દિવસમાં બે નવા કેસ નોંધાયા હતા. મહેસાણા જિલ્લામાં હજુ પણ 98 સેમ્પલના રીપોર્ટ આવવાના બાકી છે.
મહેસાણા જિલ્લામાં અત્યાર સુધીમાં કુલ 1056 કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે જેમાંથી 95 પોઝિટિવ કેસ આવ્યા છે. જિલ્લામાં અત્યાર સુધીમાં 51 લોકો સારવાર લઈને સાજા થઈને ઘરે ગયા છે. જ્યારે ચાર લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. જિલ્લામાં હાલમાં કુલ 2139 લોકો કોરેન્ટાઈન હેઠળ છે.