ખેરાલુઃ મહેસાણાના ખેરાલુમાં સિંચાઇ માટે ચીમનાબાઈ સરોવરમાં પાણી છોડવાની માંગ ઉગ્ર બની છે. મંદ્રોપુરમાં 40 ગામના ખેડૂતોની બેઠક મળી હતી જેમાં પાણી નહીં તો મત નહીંનુ ખેડૂતોએ અભિયાન ચલાવવાની જાહેરાત કરી છે. ખેડૂતોએ ચીમનાબાઈ સરોવરમાં પાણી છોડવાની માંગ કરી હતી. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો સિંચાઈ માટે પાણી નહીં તો મત નહીં ના ગામે-ગામ બોર્ડ લાગશે. અત્યાર સુધીમાં ફતેપુરા સહિત 4 ગામના લોકો બોર્ડ લગાવી ચુક્યા છે. જો તેમની  ગણી નહિ સંતોષાય તો ઉગ્ર આંદોલનની પણ બેઠકમાં ચીમકી ઉચ્ચારવામાં આવી હતી.


 


બનાસકાંઠામાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે અખાત્રીજથી ખેડૂતો ધરણાં કરશે


બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માગ સાથે એકવાર ફરી આંદોલનનું રણશિંગુ ફૂંકવાની તૈયારી છે.  અખાત્રીજના દિવસથી જ ખેડૂતો મોટીસંખ્યામાં દિયોદરની પ્રાંત કચેરી ખાતે ધરણા યોજશે.


બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પોકાર ઉઠવા પામેલ છે, ત્યારે ચાલુ વર્ષે અગાઉ પણ ખેડૂતો પાણીની માંગને લઈને આંદોલન છેડાયું હતું. પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને પાણી છોડવાની માંગ સ્વીકારી અને 10 દિવસ માટે પાણી આપવાની વાત કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં 10 દિવસ માટે પાણી છોડવાની વાત કરાઈ હતી અને માત્ર 8 દિવસ માટે જ સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાયું હતું અને પછી બંધ થઈ જતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે આજે 28 એપ્રિલે ખેડૂતો એકઠા થઈને ફરી બનાસકાંઠા જિલ્લામાં પાણી લઈને આંદોલનનું રણશિંગુ ફૂંક્યું હતું.


ખેડૂતો અખાત્રીજના દિવસથી જ દિયોદરની પ્રાંત કચેરી ખાતે ધરણા યોજી પાણીને લઇને આંદોલન શરૂ કરશે  તેમજ ખેડૂતોએ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન અપાય તો આગામી સમયમાં આવનારી ચૂંટણીની ખેડૂતો સંપૂર્ણપણે બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ની પાણીની માગ સરકાર સ્વીકારે છે કે કેમ તે તો આવનારો સમય બતાવશે.સુજલામ સુફલામ કેનાલમાં પાણીની માંગ સાથે હવે ખેડૂતો આકરા મુડમાં જોવા મળી રહ્યા છે. ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ બનાસકાંઠાના વડગામ આવેલા તે દરમિયાન સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજી  સુધી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા હવે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.


જિલ્લામાં સતત સતાવતી ભૂગર્ભજળની સમસ્યા વચ્ચે આજે દિયોદર વિધાનસભાના રામવાસ વિસ્તારમાં ખેડૂતોની બેઠક યોજાઇ હતી. ખેડૂતોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આવનારી આખાત્રીજના દિવસે ધરતીમાતાનું પૂજન બાદ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને દિયોદર પ્રાંત કચેરીએ ધારણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે જોકે પાંચ તાલુકાઓ માંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં હજી સુધી વાવેતર બાદ પાણી ન છોડાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.