હિંમતગનરઃ સાબરકાંઠા (Sabarkantha) જિલ્લામાં કોરોનાના વધતા સંક્રમણને અટકાવવા ગામડાઓમાં સ્વયંભૂ લોકડાઉન (Self lockdown) લગાવી દેવામાં આવ્યું છે. હિંમતનગર (Himatnagar)ના કાણીયોલ ગામમાં આજથી સ્વયંભુ લોકડાઉન લગાવી દેવામાં આવ્યું છે. ગામમાં કોરોનાના કેસમાં વધારો થતા ગામ લોકોએ સ્વયંભુ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. સવાર-સાંજ બે કલાક આવશ્યક ચીજવસ્તુઓની દુકાનો શરૂ રહેશે. આજથી 7 દિવસ માટે ગામમાં લોકડાઉન રહેશે. 



ગુજરાતમાં કોરોના બેકાબૂ (Gujarat Corona Cases) બન્યો છે. રોજ કોરોના કેસના નવા રેકોર્ડ બની રહ્યા છે.  કોરોનાના વધી રહેલા કેસથી મોરબીના વેપારીઓએ મોટો નિર્ણય લીધો છે.

 

મોરબી(Morbi)માં કોરોનાની અસરને લઈ વેપારીઓ દ્વારા સોમવાર 5 એપ્રિલથી બપોરે 2 વાગ્યા પછી બજાર બંધ રાખવાનો ફેંસલો લીધો છે. ગ્રેઇન એન્ડ સુગર મર્ચન્ટ એસોસિએશન અને ખાદ્ય તેલ એસોસિએશન દ્વારા આ ફેંસલો લેવામાં આવ્યો છે. મોરબી જીલ્લામાં કોરોનાના કેસ વધી રહ્યા છે જેને પગલે સ્વૈછિક નિર્ણય લોકો લઇ રહ્યા છે.

 

ગુજરાતમાં અઠવાડિયામાં નોંધાયાયેલા કેસ

 

તારીખ

નોંધાયેલા કેસ

મોત

2 એપ્રિલ

2640

11

1 એપ્રિલ

2410

9

31 માર્ચ

2360

9

30 માર્ચ

2220

10

29 માર્ચ

2252

8

28 માર્ચ

2270

8

27 માર્ચ

2276

5

કુલ કેસ અને મોત

 16,428

60

 

રાજ્યમાં શું છે કોરોનાની સ્થિતિ

 

ગુજરાતમાં શુક્રવારે કોરોના વાયરસના (Coronavirus)અત્યાર સુધીના સૌથી વધુ 2640  કેસ નોંધાયા હતા.  જ્યારે વધુ 11 લોકોના કોરોના (Corona) સંક્રમણથી મોત થયાં હતા.  રાજ્યમાં શુક્રવારે  2066 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી.  રાજ્યમાં અત્યાર સુધી 2,94,650 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યા વધીને 13 હજારને પાર પહોંચી ગઈ છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસ 13559 પર પહોંચ્યા છે. જેમાંથી 158 લોકો વેન્ટિલેટર પર અને 13401 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.21  ટકા છે.

 

કેટલા લોકોએ લીધી રસી

 

વેક્સિનેસન કાર્યક્રમ અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 57,75,904 લોકોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે અને 7,30,124 લોકોને કોરોનાની રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે.  આમ  કુલ 65,06,028 લોકોને રસી આપવામાં આવી છે. આજે 60 વર્ષથી વધુ વયના તેમજ 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા કુલ 3,51,802 વ્યક્તિઓનું રસીકરણ કરાયું. અત્યાર સુધીમાં રાજ્યમાં એક પણ વ્યક્તિને આ રસીના કારણે ગંભીર આડઅસર જોવા મળેલ નથી.