મહેસાણાઃ મહેસાણાના નુગર ગામ ખાતે કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહે ચૂંટણી સભા સંબોધી હતી. અમિત શાહે સભાને સંબોધતા કહ્યું હતું કે બહુચરાજી શક્તિપીઠ ગુજરાતના નાગરિકો માટે શ્રદ્ધાનું કેન્દ્ર રહ્યું છે. અમિત શાહે ભારે બહુમતીથી ભાજપને વિજય બનાવવા અપીલ કરી હતી.
શાહે કહ્યું કે વડાપ્રધાને દેશને વિકાસની રાજનીતિ આપી છે. આપને નરેદ્રભાઇને મજબૂત કરવાના છે. કોગ્રેસના શાસનમાં જાતિવાદની રાજનીતિ ચાલતી હતી. આ કોગ્રેસ ઉતર ગુજરાતની ચિંતા કરતી નહોતી. આજે ઉત્તર ગુજરાતને નર્મદાનું પાણી મળ્યું છે. મનમોહનની સરકાર નર્મદા યોજનામાં બાધા નાખતી હતી. નર્મદા યોજનાનું કામ નરેંદ્રભાઇએ પૂર્ણ કર્યુ છે. સુજલામ સુફલામ્ યોજના અંતર્ગત ઉતર ગુજરાત પાણી આપ્યુ છે. કોગ્રેસના શાસનમાં રોજ રમખાણો થાતા હતા.
અમિત શાહે કહ્યું કે મહેસાણા જિલ્લા અનેક વિકાસના કામ કર્યાં છે. ઓટો મોબાઇલના કારણે આ વિસ્તારમા રોજગારી મળી છે. ખેડૂતોના ખાતામાં સીધા પૈસા આપ્યા છે. ૩૭૦ ની કલમ હટાવી જેના કારણે કાશ્મીરમાં ત્રિંરગો ફરકે છે. કોગ્રેસ ૭૦ વર્ષ સુધી રામ મંદિરનું થવા ન દીધું અને કોર્ટમાં લઇ ગયા હતાં.
PIB Fact Check: શું મોદીની મોરબી મુલાકાત પર 30 કરોડ રૂપિયા ખર્ચાયા? જાણો 'RTI' દાવાનું સત્ય શું છે
PIB Fact Check: કેન્દ્ર સરકારની માહિતી કચેરી PIB એ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મોરબી મુલાકાત અંગે કરવામાં આવેલા દાવાને ખોટો ગણાવ્યો છે. આ દાવા મુજબ મોરબી બ્રિજ દુર્ઘટના બાદ PM મોદીની મુલાકાત પાછળ 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના પ્રવક્તા સાકેત ગોખલેએ એક RTIને ટાંકીને ટ્વિટર પર આ દાવો કર્યો છે. બાદમાં PIBએ જણાવ્યું કે આવો કોઈ RTI જવાબ આપવામાં આવ્યો નથી, જેમાં PM મોદીની મોરબી મુલાકાતના ખર્ચની માહિતી આપવામાં આવી છે.
ગુરુવાર, 1 ડિસેમ્બરના રોજ, TMC નેતાએ ટ્વિટર પર લખ્યું, RTI દર્શાવે છે કે મોદીની થોડા કલાકો માટે મોરબીની મુલાકાત પર 30 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા હતા. તેમાંથી રૂ. 5.5 કરોડ કેવળ "વેલકમ, ઇવેન્ટ મેનેજમેન્ટ અને ફોટોગ્રાફી" માટે હતા. મૃત્યુ પામેલા 135 પીડિતોમાંથી પ્રત્યેકને 4 લાખ રૂપિયા એટલે કે કુલ 5 કરોડ રૂપિયાની વળતરની રકમ આપવામાં આવી હતી. એકલા મોદીના ઈવેન્ટ મેનેજમેન્ટ અને પીઆરનો ખર્ચ 135 લોકોના જીવથી વધુ છે
સાકેત ગોખલેના આ ટ્વિટ પર પીઆઈબીએ ફેક્ટ ચેક ટ્વિટ કર્યું. ટીએમસી નેતાના ટ્વીટનો સ્ક્રીનશોટ જોડતા, તેમણે આરટીઆઈને ટાંકીને કહ્યું કે, એક ટ્વીટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમની મોરબીની મુલાકાત પર 30 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ દાવો ખોટો છે. આવો કોઈ RTI જવાબ આપવામાં આવ્યો નથી