ધાનેરાઃ ગુજરાતમાં કોરોનાની બીજી લહેરે ભારે હાહાકાર મચાવ્યા પછી હવે કોરોનાની ગતિ મંદ પડી રહી છે, ત્યારે હવે રાજ્ય સરકાર દ્વારા આંશિક લોકડાઉનમાં છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે બનાસકાંઠાના ધાનેરામાં આંશિક લોકડાઉન યથાવત રાખવામાં આવ્યું છે. 


તારીખ 31 મે થી 4 જૂન સુધી સવારે 6થી 4 વાગ્યા બજારો ખુલ્લી રહેશે.  જોકે, મેડિકલ સેવાઓ રાબેતા મુજબ શુરુ રહેશે. આ ઉપરાંત રવિવારે બજારો સંપૂર્ણ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કોવિડની ગાઈડ લાઇનનો ચુસ્તપણે પાલન કરવા સૂચન કરાયું છે. 


રાજ્યમાં કોરોના વાયરસ (Coronavirus)ની રફતાર ધીમે પડી રહી છે. નવા કેસોની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 1871   નવા કેસ નોંધાયા છે અને 25  દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે. તેની સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 9815  પર પહોચ્યો છે. રાજ્યમાં સાજા થતા દર્દીઓની સંખ્યા પણ સતત વધી રહી છે. રાજ્યમાં આજે 5146 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. 


રાજ્યમાં અત્યાર સુધી 7,62,270 લોકો ડિસ્ચાર્જ થઈ ચૂક્યા છે. રાજ્યમાં એક્ટિવ કેસ (Active cases)ની સંખ્યામાં પણ ઘટાડો આવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટિવ કેસનો આંકડો 35403 પર પહોંચ્યો છે. જેમાંથી 521 દર્દી વેન્ટિલેટર પર અને 34882 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 94.40  ટકા છે.  


ક્યાં કેટલા કેસ નોંધાયા ?


અમદાવાદ કોપોરેશન 237, વડોદરા કોપોરેશન 216,   સુરત કોપોરેશન 139,  રાજકોટ કોર્પોરેશન 114,  વડોદરા 99, પોરબંદર 75, જુનાગઢ 73, નવસારી 60,  સુરત 58,  બનાસકાંઠા 57, ભરુચ 52, રાજકોટ 51, પંચમહાલ 49, જામનગર કોર્પોરેશન 47, ભાવનગર 39, સાબરકાંઠા 39, કચ્છ 36, અરવલ્લી 35, ગીર સોમનાથ 35, જૂનાગઢ કોર્પોરેશન 35, મહેસાણા 33, વલસાડ 33, ખેડા 31, આણંદ 27,  ભાવનગર કોર્પોરેશન 27, દેવભૂમિ દ્વારકા 26, અમરેલી 25, જામનગર 24, મહીસાગર 22, ગાંધીનગર કોર્પોરેશન 15, બોટાદ 11, નર્મદા 10,  ગાંધીનગર 9,   અમદાવાદ 8,  પાટણ 8, છોટા  ઉદેપુર 5, તાપી 4, સુરેન્દ્રનગર 3, દાહોદ 2, મોરબી 2 અને ડાંગમાં 0 કેસ સાથે કુલ 1871   નવા કેસ નોંધાયા છે. 


ક્યાં કેટલા મોત થયા ?


અમદાવાદ કોપોરેશન 5, વડોદરા કોપોરેશન 2,   સુરત કોપોરેશન 2,  રાજકોટ કોર્પોરેશન 0,  વડોદરા 1, પોરબંદર 0, જુનાગઢ 1, નવસારી 1,  સુરત 2,  બનાસકાંઠા 0, ભરુચ 1, રાજકોટ 1, પંચમહાલ 1, જામનગર કોર્પોરેશન 1, ભાવનગર 0, સાબરકાંઠા 1, કચ્છ 0, અરવલ્લી 1, ગીર સોમનાથ 0, જૂનાગઢ કોર્પોરેશન 0, મહેસાણા 0, વલસાડ 0, ખેડા 0, આણંદ 0,  ભાવનગર કોર્પોરેશન 1, દેવભૂમિ દ્વારકા 1, અમરેલી 1, જામનગર 1, મહીસાગર 0, ગાંધીનગર કોર્પોરેશન 0, બોટાદ 0, નર્મદા 0,  ગાંધીનગર 0,   અમદાવાદ 0,  પાટણ 0, છોટા  ઉદેપુર 1, તાપી 0, સુરેન્દ્રનગર 0, દાહોદ 0, મોરબી 0 અને ડાંગમાં  0  મોત  સાથે કુલ 25  મોત નોંધાયા છે. 


રાજ્યમાં આજે કુલ  1,83,070 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે, રાજ્યમાં કોવિડ 19થી સાજા થવાના દરમાં સતત વધારો થઈ રહ્યો છે.  રાજયમાં સાજા થવાનો દર  94.40 ટકા છે.