પાટણઃ ગુજરાતમાં અનેક નગરપાલિકાઓની અઢી વર્ષની ટર્મ પૂરી થતાં પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજવામાં આવી હતી. આજે પણ પાટણની હારીજ પાલિકાની ચૂંટણી યોજવામાં આવી હતી. આ ચૂંટણી આજે ખૂબ જ રોચક રહી હતી. કારણ કે, ભાજપના નારાજ ઉમેદવાર પ્રફુલ પરમારે કોંગ્રેસના સભ્યોના ટેકાથી ઉમેદવારી નોંધાવી હતી. જોકે, છેલ્લી ઘડીએ એક સભ્ય ફરી જતાં હાર થઈ છે.
આ અંગેની વિગતો એવી છે કે, હારીજ નગરપાલિકાના પ્રમુખ માટે કોંગ્રેસના 5 કોંગ્રેસ સભ્યોના ટેકા સાથે ભાજપના ઉમેદવાર પ્રફુલ પરમારે ફોર્મ ભર્યું હતું. જોકે, 5 સભ્યોમાંથી 1 સભ્ય ફરી જતા અને ભાજપના ઉમેદવારના સમર્થનમાં ટેકો જાહેર કરતા કોંગ્રેસનો મનસૂબો અસફળ રહ્યો હતો. 1 સભ્યને કોંગ્રેસ પાસેથી ભાજપ પરત લાવવામાં સફળ રહ્યું હતું. અત્યારે 12 સભ્યોના ટેકા સાથે ભાજપના રંજનબેન મકવાણાનો વિજય થયો છે. આજે ભાજપના નારાજ ઉમેદવાર પ્રફુલ પરમારને 11 સભ્યોનો ટેકો મળ્યો, જેમાં 7 કોંગ્રેસ અને 4 ભાજપના હતા. જોકે, હારીજમાં હજુ ઉપ પ્રમુખની જાહેરાત બાકી છે.
હારીજ પાલિકાની ચૂંટણીમાં ભાજપના નારાજ ઉમેદવારની કેવી રીતે એક જ મતે થઈ હાર? જાણીને ચોંકી જશો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2020 12:30 PM (IST)
હારીજ નગરપાલિકાના પ્રમુખ માટે કોંગ્રેસના 5 કોંગ્રેસ સભ્યોના ટેકા સાથે ભાજપના ઉમેદવાર પ્રફુલ પરમારે ફોર્મ ભર્યું હતું. જોકે, 5 સભ્યોમાંથી 1 સભ્ય ફરી જતા અને ભાજપના ઉમેદવારના સમર્થનમાં ટેકો જાહેર કરતા કોંગ્રેસનો મનસૂબો અસફળ રહ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -