હિંમતનગરઃ દિવાળી પછી ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઝડપથી વધી રહ્યું છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાના બે શહેરોમાં કોરોના સંક્રમણને પગલે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ બે શહેરોમાં બપોર પછી બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. હિંમતનગર શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા માટે આવતીકાલથી સાંજે 4 વગ્યા બાદ બજાર બંધ રહેશે. હિંમતનગર શહેર આવતીકાલથી 10 ડીસેમ્બર સુધી સાંજે 4 વાગ્યા બાદ સ્વંયભુ બંધ રહેશે. વેપારી મહામંડળ, ધારાસભ્ય અને પાલિકાની યોજાયેલ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે. વેપારીઓએ સ્વયંભુ બજાર 4 વાગ્યા બાદ બંધ રાખવા તૈયારી દર્શાવી છે. માત્ર આવશ્યક ચીજવસ્તુઓની સેવાઓ ચાલુ રહેશે.
આ સિવાયઇડરમાં કોરોના સંક્રમણ વધતું અટકાવવા બપોર બાદ બજાર બંધ રાખવાનો નિર્ણય કરાયો છે. વેપારીઓ અને પ્રાંત અધિકારીની મળેલ બેઠકમાં નિર્ણય લેવાયો છે. 25 નવેમ્બરથી 9 ડીસેમ્બર સુધી ઇડર બજાર 4 વાગ્યા સુધી જ ચાલુ રહેશે. 4 વાગ્યા બાદ મેડિકલ સિવાયના તમામ ધંધા રોજગાર બંધ રહેશે.
કોરોનાનું સંક્રમણ વધતા ઉત્તર ગુજરાતના કયા બે શહેરોમાં બપોર પછી બધું જ બંધ રાખવા લેવાયો નિર્ણય?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Nov 2020 01:59 PM (IST)
હિંમતનગર શહેર આવતીકાલથી 10 ડીસેમ્બર સુધી સાંજે 4 વાગ્યા બાદ સ્વંયભુ બંધ રહેશે. વેપારી મહામંડળ, ધારાસભ્ય અને પાલિકાની યોજાયેલ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -