હિંમતનગરઃ ગુજરાતમાં કોરોનાના કેસો સતત વધી રહ્યા છે, ત્યારે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરની મુખ્ય પોસ્ટ ઓફિસમાં કોરોનાએ એન્ટ્રી કરી છે. પોસ્ટ ઓફિસના ક્લાર્કને કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતાં પોસ્ટ ઓફિસના 15થી વધુ કર્મચારીઓને હોમ ક્વોરેન્ટાઇન કરાયા છે.

મુખ્ય પોસ્ટ ઓફિસમાં કર્મચારીઓને હોમ કોરોન્ટાઇન કરાતા મર્યાદિત કાઉન્ટર ચાલુ રખાયા છે. જરૂરિયાતની કામગીરી માટે પોસ્ટ ઓફિસ ચાલુ રાખવામાં આવી છે. આ અંગે પોસ્ટ ઓફીસે સૂચના બોર્ડ લગાવ્યું છે. સાત દિવસ સુધી કર્મચારીઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે.

છેલ્લા 24 કલાકમાં બીજી વખત 700થી વધુ કેસ નોંધાયા છે. નવા 725 કેસ સાથે કુલ કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 36123 થઈ ગઈ છે. જ્યારે વધુ 18નાં મોત સાથે મૃત્યુઆંક 1945 પર પહોંચ્યો છે. આજે 486 દર્દીઓ સાજા થયા છે. આ સાથે અત્યાર સુધી 25900 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.

ગઈ કાલે નોંધાયેલ કેસમાં સુરત કોર્પોરેશનમાં 218, અમદાવાદ કોર્પોરેશનમાં 162, વડોદરા કોર્પોરેશનમાં 56, સુરત-36, રાજકોટ-32, વલસાડ-18, અમદાવાદ 15, ભરૂચ -15,ખેડા 12, પાટણ 12, રાજકોટ કોર્પોરેશન -10, જૂનાગઢ કોર્પોરેશન 9, ગાંધીનગર-9, મહેસાણા 9, સુરેન્દ્રનગર 9, ભાવનગર 9, તાપી 9, વડોદરા 8, બનાસકાંઠા 8, સાબરકાંઠા 8, દાહોદ 8, ભાવનગર કોર્પોરેશન 7, જામનગર કોર્પોરેશન-6, પંચમહાલ-6, અરવલ્લી 5, મોરબી 5, ગીર સોમનાથ 4, જૂનાગઢ 4, મહીસાગર 3, નવસારી 3, બોટાદ 3, ગાંધીનગર કોર્પોરેશન 2, કચ્છ 2, નર્મદા 1, અમરેલી 1, છોટા ઉદેપુર 1 અને દેવભૂમિ દ્વારકામાં 1 કેસ સામે આવ્યો છે.