હિંમતનગરઃ સાબરકાંઠાના ચકચારી ઇડર પાવાપુર જલમંદિરના કામલીલાના પ્રકરણમાં 75 વર્ષીય વૃદ્ધાએ હિંમત દાખવતા વ્યભિચારી બંને જૈન સાધુઓની ધરપકડ કરવામાં આવી છે. વૃદ્ધાએ 7-8 વર્ષ અગાઉ એક મહારાજ સાહેબે છેડતી કરી હોવાનું નિવેદન આપ્યું હતું. આ નિવેદન બાદ શનિવારે બપોરે પાવાપુરી જલમંદિરથી અટકાયત કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
શનિવારે 75 વર્ષીય મહિલાએ 7-8 વર્ષ અગાઉ થયેલા દૂર્વ્યવહારની જાણકારી આપી હતી. અગાઉ રાજતિલક સાગરજીને ગોચરી વોરવા આમંત્રણ આપ્યું હતું. જેને પગલે રાજતિલક સાગરજી ગોચરી વોરવા ઘેર જતાં મહિલાની એકલતાના લાભ લઈ રૂમમાં ધક્કો મારી પલંગમાં નાખી દીધા હતા અને છેડતી કરી હતી. વૃદ્ધાએ આક્ષેપ કર્યો હતો કે, વિકૃત માનસિકતા ધરાવતા આ શખ્સે ઉંમરનો પણ લિહાજ કર્યો ન હતો.
ઈડરના જૈન દેરાસર અને પાવાપુરી સંમેત શિખર તીર્થધામ સંસ્થાના પ્રમુખ કલ્યાણસાગર અને રાજતિલકસાગર સાથે શારીરિક સંબંધો બાંધ્યાની ફરિયાદ કરનારી પરીણિતાએ ફરિયાદથી અલગ જ નિવેદન આપતાં આ કેસમાં નવો વળાંક આવ્યો હતો. સુરત રહેતી પરિણિતાએ નિવેદન આપ્યું હતું કે, ફરિયાદી ટ્રસ્ટી ડો.આશિષ દોશીએ જ યુવતીને મેનેજર અને પતિને ટ્રસ્ટી બનાવવાની લાલચ આપીને બંને મહારાજને ફસાવીને વીડિયો શૂટ કરવા લાલચ આપીને બળાત્કારની ફરિયાદ નોંધાવવા જણાવ્યુ હતુ. જોકે, વૃદ્ધાએ હિંમત બતાવતા પાપલીલાનો પર્દાફાશ થયો છે.
ઈડરના લંપટ જૈન સાધુએ ઘરમાં એકલી મહિલાને પલંગમાં નાખીને કરેલી કેવી વિકૃત હરકતો ? ફરિયાદ થતાં પોલીસે શું કર્યું ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
29 Jun 2020 10:55 AM (IST)
શનિવારે 75 વર્ષીય મહિલાએ 7-8 વર્ષ અગાઉ થયેલા દૂર્વ્યવહારની જાણકારી આપી હતી. વૃદ્ધાએ હિંમત બતાવતા પાપલીલાનો પર્દાફાશ થયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -