મળતી માહિતી મુજબ મહેસાણા કડી, નંદાસણ અને ગ્રામ્ય વિસ્તારમાં નવા કેસ સામે આવ્યા છે. આ સાથે જ કડીમાં 50 વર્ષીય મહિલા દર્દીનું કોરોનાથી મોત થયું છે. જિલ્લામાં કુલ મોતનો આંકડો 4એ પહોંચ્યો છે.
ગઈકાલે સ્વાસ્થ્ય વિભાગની પ્રેસ કોન્ફરન્સ અનુસાર મહેસાણામાં 80 કોરોનાનો પોઝિટિવ કેસ હતા જે હવે વધીને 93એ પહોંચી ગયા છે. અત્યાર સુધીમાં કુલ 51 લોકો સાજા થઈને ઘરે ગયા છે. મહેસાણામાં કુલ 987 કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જ્યારે 2218 લોકોને હાલમાં કોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે.
20મેના સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં વધુ 30 લોકોનાં મોત થયા છે. જેમાંથી 15નાં મોત પ્રાથમિક રીતે કોવિડ-19નાં કારણે જ્યારે 15નાં મોત કોરોના તથા કોમોબીડીટી, હાઈરીસ્ક જેવી અન્ય બીમારીના કારણે થયા છે. આજે અમદાવાદમાં 26 , સુરત, ગાંધીનગર, પાટણ, સાબરકાંઠામાં 1-1 મોત થયું છે.
રાજ્યમાં અત્યાર સુધી નોંધાયેલ કુલ કેસ પૈકી 47 દર્દી વેન્ટિલેટર પર છે અને 6524 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ 5219 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 160772 ટેસ્ટ થયા જેમાંથી 12539 કોરોના પોઝિટિવ કેસ સામે આવ્યા છે.