મહેસાણાઃ  મહેસાણાના કુખ્યાત ગોપાલ રાઠોડ હત્યા તેની જ પત્નીએ કર્યાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. સોમવારે રાત્રે કુખ્યાત ગોપાલ રાઠોડની નિર્મમ હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કરનાર બીજું કોઈએ નહી પરંતુ તેની પત્નીએ જ કરી હતી.ગોપાલ રાઠોડની હત્યા તેની પત્ની અને સાળાએ કરી હોવાનો ખુલાસો થયો છે.  ગોપાલ  પર 15થી વધુ ગુના દાખલ છે. તે ગત રાત્રે પોતાના ઘરે હતો ત્યારે તેની પત્ની કેશર સાથે અન્ય સ્ત્રીઓ સાથે સંબંધો રાખવા મામલે તકરાર થઈ હતી. આ લડાઇ મોડી રાત સુધી ચાલી હતી. દરમિયાન તેનો સાળો સુરેશ ઠાકોર 5 હજાર ઉછીના લેવા આવ્યો હતો ત્યાર બાદ આ ઝઘડો ઉગ્ર બનતા તેની પત્ની અને સાળાએ લોખંડની પાઇપ વડે હુમલો કરી ગોપાલને મોતને ઘાટ ઉતારી દીધો હતો.


પોલીસ તપાસમાં ખુલાસો થયો હતો કે  ગોપાલના અન્ય મહિલા સાથે આડા સંબંધને લઈ ઘરમાં અવારનવાર ઝઘડા થતા.  ઘટનાના દિવસે પણ આ મામલે ઝઘડો થયો હતો.   ઘટનાના દિવસે ગોપાલની પત્નીનો ભાઈ ઘરે આવતા ઝઘડો ઉગ્ર બન્યો હતો.  આ દરમિયાન ગોપાલની પત્નીએ તેના ભાઈ સાથે મળી લોખંડના પાઈપ મારી હત્યા કરી નાંખી હતી. આ મામલે પોલીસે બંનેની ધરપકડ કરી છે. મૃતક ગોપાલ ગુનાહિત ઈતિહાસ ધરાવતો હતો તેના વિરુદ્ધ 15થી વધુ ગુના દાખલ છે.


સુરેન્દ્રનગરમાં માતા બની ક્રૂર, નવ મહિનાની દીકરીની હત્યા કરી પોતે કરી આત્મહત્યા


સુરેંદ્રનગરના થાન તાલુકાના નવાગામમાં માતાએ પોતાની 9 માસની દીકરીને ફાંસો આપી પોતે પણ જિંદગી ટૂંકાવી લીધી હતી. માતાએ પોતાની નવ મહિનાની દીકરી નિહારિકા રાજેશભાઇ ડાભીનું ગળુ દબાવીને હત્યા કરી દીધી હતી અને બાદમાં પોતે પણ આત્મહત્યા કરી લીધી હતી. થાન પોલીસે બંને મૃતદેહનો કબ્જો લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.


મળતી જાણકારી અનુસાર, થાનના નવાગામમાં રહેતી ભાવુબેન રાજેશભાઈ ડાભીએ ઘર કંકાસથી કંટાળીને પ્રથમ પોતાની 9 માસની બાળકીને ગળેફાંસો આપી મોતને ઘાટ ઉતારી દીધી હતી.  ત્યારબાદ પોતે પણ મોતને વ્હાલુ કરી લીધું. પોલીસે બંનેના મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.  પોલીસે મૃતક માતા સામે બાળકીની હત્યા અને આત્મહત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  ઘટનાની જાણ થતા જિલ્લા પોલીસવડા હરેશ દૂધાત પણ ઘટનાસ્થળે દોડી ગયા હતાં. પોલીસની પ્રાથમિક તપાસમાં ઘટના પાછળ ઘર કંકાસ જવાબદાર હોવાનું સામે આવ્યું છે.  મૃતક પરિણીતા સંયુક્ત કુંટુબમાં રહેતી હતી. જેને પરિવારથી અલગ રહેવું હતું. આ મુદ્દે પતિ સહિતનાઓ સાથે કંકાસ ચાલી રહ્યો હતો.