મહેસાણા: મહેસાણાના કડીમાં થોળ રોડ પાસે આવેલી નર્મદા કેનાલમાં એકજ પરિવારના પાંચ સભ્યોએ આપઘાત કર્યો છે. ઘટનાની મળતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ચૌધરી પરિવારે અહીં આપઘાત કર્યો છે.

ઘટનાની જાણ થતા પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. હાલ ફાયરબ્રિગેડને ત્રણ વ્યકિતની લાશ મળી છે. જેમા બે બાળકોની લાશ કડીના ડાંગરવા ગામ પાસેથી મળી આવી છે. માતા એ તેની બે પરણિત પુત્રી અને જમાઇ સાથે આપઘાત કર્યો હતો. જેમાં બે પરણિત પુત્રીના બે બાળકો પણ ડેમમા ડુબ્યા હતા. જો કે જમાઇના તરતા આવડતુ હોવાથી તે કેનાલમાંથી બહાર નિકળી ગયો હતો.