Mehsana :  મહેસાણા જીલ્લામાં લમ્પી  વાયરસની એન્ટ્રી થઇ છે.  જિલ્લામાં ત્રણ કેસો  સામે આવ્યા તો દૂધ સાગર ડેરી  દ્વારા 19 કેસો સામે આવ્યા હોવાનું કહ્યું છે. 


ગુજરાતમાં લમ્પી  વાઇરસને લઈ પશુ પાલકો  પરેશાન  છે, ત્યારે હવે મહેસાણા જીલ્લામાં પણ  લમ્પી  વાયરસે  દેખા દીધી છે જેને લઈ પશુપાલકો પરેશાન છે  જોકે આ વાયરસને લઈ  દૂધ સાગર ડેરી પણ  સજાગ બની છે અને ઉત્તર ગુજરાતના 6 લાખ પશુપાલકોને  કોઈ તકલીફ ન પડે તે માટે ખાસ ડોકટરની ટીમો ત્યાર કરી છે. એક લાખ કરતાં વધુ રસી પણ ખરીદી છે  તેમજ દવાનો જથ્થો પણ તૈયાર કરવામાં આવ્યો  છે. 


જિલ્લા પશુચિકિત્સા  વિભાગ  સજાગ બન્યું 
તો બીજી તરફ  જિલ્લા પશુચિકિત્સા  વિભાગ પણ સજાગ બન્યું છે. અને દરેક ગામોમાં ખાસ નજર રાખવામાં આવી રહી છે. જીલ્લામાં કુલ આઠ લાખ કરતાં વધુ પશુ છે જેમાં ગાયોની સંખ્યા 3.50 લાખ છે  આ વાયરસ ગાયોમાં વધુ જોવા મળે છે  


દૂધ સાગર ડેરીના વહીવટકર્તા  કહે છે કે  જીલ્લામાં કુલ 19 કેસો સામે આવ્યા છે ત્યારે જિલ્લા પશુચિકિત્સા અધિકારી માત્ર 3 કેસો આવ્યાનું કહી રહ્યા છે,   જોકે હાલ તો આ વાયરસને લઈ પશુપાલકોની ચિંતા  વધી છે. 


અમદાવાદ : વિરમગામમાં લમ્પીનો શંકાસ્પદ કેસ 
ગુજરાતમા લમ્પી  વાયરસ હાહાકાર મચાવી રહ્યો છે. ત્યારે અમદાવાદ જિલ્લાના પશુપાલકોની ચિંતામાં વધારો કરતા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ જિલ્લાના વિરમગામ ગ્રામ્યમાં લંપી વાયરસનો એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેનું સેમ્પલ ભોપાલની લેબોરેટરી ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યું છે. જેનું પરિણામ બે દિવસમાં આવશે. જો કે રાહતની વાત એ છે કે આ શંકાસ્પદ કેસ નોંધાયો તે પશુપાલકના 2-3 કિલોમીટરની રેન્જમાં અન્ય કોઈ પશુપાલક નથી.


અમદાવાદ જિલ્લામાં 06 લાખ પશુઓ છે. ત્યારે તકેદારીના ભાગરૂપે અમદાવાદ જિલ્લામાં જિલ્લા કલેકટરની અધ્યક્ષતામાં જિલ્લા અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે. બોર્ડર વિસ્તારોમાં સઘન સર્વે હાથ ધરાયો છે. તાલુકાઓમાં પણ પશુચિકિત્સકોની ટીમ બનાવાઈ છે. લંપી વાયરસની રસી અસરગ્રસ્ત કેસના 05 કિલોમીટર વિસ્તારમાં પશુઓને અપાય છે.