2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં મહેસાણામાં ચૌધરી સમાજનું રાજકારણ ગરમાયું છે. ચૌધરી સમાજના આગેવાન અને પૂર્વ ગૃહમંત્રી રહી ચુકેલા વિપુલ ચૌધરીએ ચૌધરી સમાજના જ મોટા આગેવાન હરીભાઈ ચૌધરી ગદ્દાર કહેતાં હવે ચૌધરી સમાજની અંદર બે ફાંટા પડી ગયા છે. હરિભાઈને ગદ્દાર કહેનાર વિપુલ ચૌધરીના વિરોધમાં આંજણા ચૌધરી સમાજના નામે આવતીકાલે રવિવારે જન આક્રોશ સભા યોજાનાર છે. આ જન આક્રોશ સભાને લઈ દૂધ સાગર ડેરીના પૂર્વ વાઈસ ચેરમેન અને વિપુલ ચૌધરી જુથના માણસ મોઘજીભાઈ ચૌધરીએ આજે પત્રકાર પરીષદ યોજી હતી અને હરિભાઈ ચૌધરી પાસે વિવિધ પ્રશ્નો મુદ્દે જવાબ માંગ્યો હતો. 


વિપુલ ચૌધરીએ હરિભાઈને કહ્યા હતા ગદ્દારઃ
એક તરફ 2022 વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે બીજી તરફ મહેસાણા જીલ્લામાં ચૌધરી સમાજનું રાજકારણ ગરમાયું છે. પામોલ ખાતે થોડા દિવસ પહેલાં વિપુલ ચૌધરીએ 'અર્બુદા સેના' રચવાની જાહેરાત કરીને ચૌધરી સમાજની સભામાં સંબોધન કર્યું હતું. આ સંબોધનમાં વિપુલ ચૌધરીએ સમાજના વરિષ્ઠ આગેવાન ગણાતા હરિભાઈને ગદ્દાર કહ્યા હતાં. વિપુલ ચૌધરીના આ નિવેદનથી ચૌધરી સમાજના હરિભાઈના સમર્થકોએ આવતિકાલે એક જન આક્રોશ સભાનું આયોજન કર્યું છે. 


મોઘજીભાઈ ચૌધરીએ પુછ્યા પ્રશ્નોઃ
જો કે, આ સભા પહેલાં દૂધ સાગર ડેરીના પૂર્વ વાઇસ ચેરમેન મોઘજીભાઈ ચૌધરીએ એક પત્રકાર પરીષદ કરી હતી. આ પત્રકાર પરીષદમાં મોધજી ચૌધરીએ હરિભાઈને પ્રશ્ન પૂછ્યા હતા કે, દૂધ સાગર ડેરી અને સમાજ સાથે જો હરિભાઈ ચોધરીએ ગદ્દારી ના કરી હોય તો હરિભાઈ કાલે યોજાનાર સભામાં જવાબ આપે. ઉલ્લેખનીય છે કે, મોધજી ચૌધરીએ ભૂતકાળમાં ચૌધરી સમાજમાં બનેલી વિવિધ ઘટનાઓનો ઉલ્લેખ કરીને હરિભાઈ ચૌધરી પાસે તેમની ભૂમિકા અંગે પ્રશ્નો પુછ્યા હતા અને કહ્યું હતું કે કાલે યોજાનાર જન આક્રોશ સભામાં આ પ્રશ્નોના જવાબ આપે. 


આ પણ વાંચોઃ


ગુજરાત કોંગ્રેસના કયા ધારાસભ્ય સામે ચૂંટણી અધિકારીએ નોંધાવી ફરિયાદ? જાણો શું થઈ ફરિયાદ?