Mehsana News: મહેસાણામાં ત્રીજા ધોરણમાં ભણતી બાળકી સાથે પ્રિન્સિપાલે અડપલા કર્યાની ઘટના સામે આવી છે. કડી નજીક એક ગામની સરકારી શાળામાં ઘટના બની છે. પ્રિન્સિપાલ પટેલ અરવિંદ વિરૂદ્ધ કડી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે. પ્રિન્સિપાલે અડપલા કરતા બાળકીએ વાલીને જાણ કરી હતી. રાત્રે દુખાવો થતા બાળકીને હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી. બાળકીએ પ્રિન્સિપાલની કરતૂત જણાવતા સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.
આમ તો શાળા સરસ્વતીનું ધામ કહેવાય છે અને આપણને પહેલાથી જ શિખવવામાં આવે છે કે, શિક્ષકને ભગવાનના સ્થાને મૂકવા જોઈએ પરંતુ અહી શાળાના એક પ્રિન્સિપાલે શિષ્ય અને ગુરુના સબંધો પર લાંછન લગાવ્યું છે. મહેસાણાના જિલ્લાના કડી તાલુકાના એક ગામમાં આવેલી સરકારી શાળામાં લંપટ પ્રિન્સિપાલની કરતૂત સામે આવી છે. અહીંની શાળાના પ્રિન્સિપાલે જ ચોથા ધોરણમાં ભણતી બાળકીને શારીરિક અડપલાં કર્યા, પ્રિન્સિપાલે છોકરીને વાંચન માટે બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા.બાળકીને રાત્રીના સમયે પેટમાં દુખતા બાળકીને તેના માતા પિતાને જાણ કરી હતી જેને લઇ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. ત્યારબાદ સમગ્ર બાબતનો ખુલાસો થયો હતો અને પ્રિન્સિપાલની કરતૂત બાબતે બાળકીએ માતાપિતાને કહ્યું હતું. આ સમગ્ર બાબતે બાળકીના પિતાએ કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
ચોથા ધોરણમાં ભણતી બાળકીને વાંચન કરવાના બહાને પટેલ અરવિંદ કુમાર નામના શિક્ષકે બોલાવી શારીરિક અડપલાં કર્યા હતા જે ઘટના પ્રકાશમાં આવતા હડકંપ મચી ગયો હતો. જોકે આ બાબતે બાળકીના વાલી દ્વારા પોલીસ ફરિયાદ આપતા પોલીસે આરોપી પ્રિન્સિપલની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરાઇ છે.
વડોદરાથી ડભોઇ જવાના રોડ પર રતનપુર પાસે અજાણ્યા વાહનની ટકકરે એક યુવાનનું ઘટનાસ્થળે કરુણ મોત થયું હતું. મૂળ મધ્યપ્રદેશના જાંબુવા જિલ્લામાં મેઘનગર તાલુકાના ગુવાલી ગામમાં રહેતો મસ્જિદ મકન માવી (ઉં.વ. 38) હાલ સુરતના કામરેજ ખાતે ભાડાના મકાનમાં રહેતો હતો અને ટ્રક ડ્રાઇવિંગનું કામ કરતો હતો. વડોદરા નજીક રતનપુર રોડ પર તે રોડ ક્રોસ કરતો હતો ત્યારે અજાણ્યા વાહને મજીદને ટક્કર મારતા તેનું સ્થળ પર જ મોત થયું હતું. વરણામાં પોલીસે આ અંગે મૃતકની ઓળખ માટેના પ્રયત્નો હાથ ધર્યા ત્યારે બીજા દિવસે તેના પેન્ટના ખિસ્સામાંથી મળેલ પાકીટમાં ડ્રાઇવિંગ લાઇસન્સના આધારે તેની ઓળખ થઈ હતી. આ બનાવ અંગે વરનામાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.