Mehsana:  મહેસાણાની કડી માર્કેટ યાર્ડની ચૂંટણી માટે આજે મતગણતરી હાથ ધરાશે. ખેડૂત વિભાગની 10 બેઠક પર મંગળવાર રોજ મતદાન થયું હતું. પરિણામ અગાઉ ઉમેદવારોએ પોતાની જીતના દાવાઓ કર્યા હતા. કડી માર્કેટ યાર્ડના ખેડૂત વિભાગની 10 બેઠક માટે 93 ટકા મતદાન થયું હતું                                             


ચૂંટણીમાં કુલ 25 ઉમેદવાર મેદાનમાં છે. જેમાં ભાજપના 10 અને કૉંગ્રેસના બે ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે. કડી યાર્ડની ચૂંટણીમાં વેપારી વિભાગની 4 અને ખરીદ-વેચાણ સંઘની એક મળી કુલ 5 બેઠક પર ઉમેદવારો બિનહરીફ થયા છે. જેમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ સામેલ છે.             


મહેસાણા કડી APMC ના ખેડૂત વિભાગ 10 બેઠક માટે ચૂંટણી યોજાઇ હતી. જેમાં તાલુકાની કુલ 69 મંડળીઓના 789 મતદારો માંથી 728 મતદારોએ મતદાન કરતાં 93 ટકા મતદાન થયું હતું. આ ચૂંટણી માં કુલ 25 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા જેમાં ભાજપના 10 કોંગ્રેસના બે ઉમેદવારો વચ્ચે સીધો ચૂંટણી જંગ જોવા મળી રહ્યો છે. APMC ની ચુંટણીમાં અત્યાર સુધી વેપારી વિભાગની 4 અને ખરીદ સંઘના એક મળી ફૂલ 5 ઉમેદવારો બિનહરીફ થયાં છે.                  


ABP અસ્મિતા સાથેની વાતચીતમાં નીતિન પટેલે સ્પષ્ટતા કરી કે,  હું કડી યાર્ડનો ચેરમેન નહી બનું આ પદ પર કોઇ કોઈ ખેડૂત જ આવશે. એટલું જ નહીં, અહીં નીતિન પટેલે  એક સ્ફોટક નિવેદન પણ આપ્યું હતું.  નીતિન પટેલે કહ્યું કે, કડી ભાજપને કોઈની નજર લાગી છે. જેને લઈ કાર્યકરોમાં નારાજગી જોવા મળી રહી છે. જો કે હવે આ નજર ઉતારીશું.   તેમણે કડી ભાજપને લઇને કહ્યું કે, કડી ભાજપને કોઇની નજર લાગી ગઇ છે. તેમણે કહ્યું કે, કડી ભાજપની સફળતા પર કોઈની નજર પડી ગઇ છે. જો કે તેમણે કહ્યું કે. હવે કડી ભાજપ પર લાગેલી નજરને કાર્યકર્તાઓએ ઉતારી દીધી છે. તેમણે કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, કૉંગ્રેસના ઉમેદવારોનું નામોનિશાન નહીં રહે.કડી ભાજપનું સંગઠન એટલુ મજબુત કે કોઈ ફાવી ન શકે.