મહેસાણાઃ મહેસાણા શહેરમાં રહેતા અને ખાનગી કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા આધેડે યુવકે ફોન કરીને નાની વયની યુવતી સાથે શરીર સુખ માણવાની લાલચ આપી હતી. આ લાલચમાં ફસાયેલા આધેડે રૂપિયા 2.23 કરોડથી વધુ રકમ ગુમાવ્યા પછી બીડીવીઝન પોલીસ મથકે આખરે ફરિયાદ નોંધાવી આવી છે. પોલીસે ધ્રુવિકા સવાણી નામની એક યુવતી સહિત ચાર સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહેસાણાના રાધનપુર રોડ પર પરિવાર સાથે રહેતા અને પ્રાઈવેટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતા આધેડનો દસ મહિના પહેલાં સોશિયલ મિડીયાના માધ્યમથી રવિ નામના યુવકનો પરિચય થયો હતો. રવિએ પોતાને ગણાવીને સ્પાનો વ્યવસાય કરીએ છીએ અને શરીર સુખ માણવા માટે યુવતીઓ મોકલીએ છીએ તેવું જણાવ્યું હતું.
બંને વચ્ચે અવારનવાર વાતચીત થતાં રવિના કહેવાથી મેનેજર રૂપિયા 1500 ભરીને ફ્રેન્ડશીપ ક્લબમાં મેમ્બર બન્યા હતા. ફ્રેન્ડશીપ ક્લબમાંથી જેતન્દ્ર પટેલ નામના શખસે ફોન કરીને આઈડીપ્રૂફ માંગી વોટ્સએપ પર છોકરીઓના પોર્ટફોલીયો મોકલાવ્યા હતા. આધેડે તેમાંથી પસંદ કરતાં ધ્રુવિકા સવાણીનો નંબર આપી સંપર્ક કરવા જણાવ્યું હતું. ધ્રુવિકા સાથે શરીર સુખ માણવાની લાલચમાં મેનેજરે યુવતિ સાથે અવાર-નવાર ફોન પર વાતચીત કરી હતી. યુવતીએ મેનેજરને વારંવાર શરીર સુખ માણવા નિમંત્રણ આપ્યું હતું ને એ બહાને રૂપિયા પડાવ્યા હતા. પછી તેની સાથે સેક્સ સંબંધ બાંધવાની લ્હાયમાં તેમણે ઓનલાઈન ટ્રાન્જેક્શન અને આંગડિયા દ્વારા રૂપિયા 2.23 કરોડ જેટલી રકમ આપી દીધી હતી.
જો કે આટલી રકમ આપ્યા પછી પણ યુવતી સાથે શરીર સુખ ના માણવા મળતાં પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની ખબર પડતાં મેનેજરે પોતાના પૈસા પરત મેળવવા ટીનુ પટેલનો સંપર્ક કર્યો હતો. તેણે પોતે સ્થાનિક હોવાનું તેમજ કલોલની અવધપુરી સોસાયટીમાં રહેતો હોવાનું કહ્યું હતું. મેનેજરે કલોલ જઈ તપાસ કરતાં તેનું નામ ટીનું ગોવિંદ પટેલ હોવાનું અને તે પત્ની સાથે ઘર બંધ કરીને ક્યાંક જતો રહ્યો હોવાનું માલુમ પડયું હતું.
મેનેજરે એ પછી પોતાની સાથે છેતરપિંડીની મહેસાણા બી-ડીવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પોલીસે ટીનુ ગોવિંદભાઈ પટેલ (રહે.અવધપુરી સોસાયટી, કલોલ), જીતેન્દ્ર પટેલ (રહે.નરોડા, અમદાવાદ), રવિ અને ધ્રુવિકા સવાણી સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ધરી છે.