મહેસાણાઃ ડાભલા ચાર રસ્તા પાસે હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે GJ-19 AM 0978 નંબરની ઇકો કારે બે મહિલાઓને અડફેટે લેતાં બંનેના કરુણ મોત નીપજ્યા છે. 108 અને પોલીસ સ્થળ પર હાજર છે. ઘટનાની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

અકસ્માત પછી ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો છે. પોલીસે બંને મહિલાઓની લાશ પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી છે.