સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલાં ભાજપમાં ભડકોઃ ઉત્તર ગુજરાતમાં કયા દિગ્ગજ નેતા જોડાયા કોંગ્રેસમાં?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 20 Jan 2021 11:27 AM (IST)
હારીજ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી બળવંતજી ઠાકોર સહિત 50 કાર્યકર્તા ઓ કોંગ્રેસમાં જોડાયા છે. હારીજના બળવંતજી ઠાકોર સહિત ભાજપના 50 કાર્યકર્તાઓ કેસરિયો ઉતારી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે.
તસવીરઃ હારીજ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી બળવંતજી ઠાકોર સહિત 50 કાર્યકર્તા ઓ કોંગ્રેસમાં જોડાયા.
પાટણઃ ગુજરાતમાં આગામી સમયમાં યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને ભાજપ-કોંગ્રેસે તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. ત્યારે રાજ્યમાં નેતાઓ પક્ષ પલટા કરી રહ્યા છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પહેલાં ભાજપ-કોંગ્રેસમાં ખેંચાતાણી શરૂ ગઈ છે. પાટણમાં જિલ્લા પંચાયતની ચૂંટણીઓ પહેલા ભાજપમાં ભંગાણ થયું છે. હારીજ તાલુકા ભાજપના પૂર્વ મહામંત્રી બળવંતજી ઠાકોર સહિત 50 કાર્યકર્તા ઓ કોંગ્રેસમાં જોડાયા છે. હારીજના બળવંતજી ઠાકોર સહિત ભાજપના 50 કાર્યકર્તાઓ કેસરિયો ઉતારી કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે. જિલ્લા પંચાયતની વાઘેલ બેઠક માટે ટિકિટના દાવેદાર બળવંતજી ઠાકોર બન્યા છે. જિલ્લા પંચાયતની વાઘેલ બેઠક માટે ભાજપમાંથી કોંગ્રેસમાં લાવતાં ભાજપ માટે કપરા ચઢાણ છે.