મહેસાણાઃ મહેસાણામાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે. મહેસાણાની રામપુર ચોકડી પાસે ફરી બની હિટ એન્ડ રનની ઘટના બની હતી. ગત મોડી રાત્રે નાસ્તો કરવા બાઇક લઈ નીકળેલા બે મિત્રોને અજાણ્યાં વાહને ટક્કર મારી હતી. જેમાં બંન્ને ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. જેમાંથી એકનું સારવાર દરમિયાન મોત થયું હતું. સુનીલજી ઠાકોરનું સારવાર દરમિયાન મોત થયુ હતું.



મહેસાણા જિલ્લામાં હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. છેલ્લા 24 કલાકમાં ત્રણ અલગ અલગ હિટ એન્ડ રનની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા હતા.


HIT & RUN: મહેસાણામાં હિટ એન્ડ રનની ઘટનામાં એક મહિલાનું મોત


HIT & RUN: મહેસાણામાં ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે.  બહુચરાજીના સદુથલા પાસે આ ઘટના બની છે. પશુ સાથે રોડ ક્રોસ કરતી મહિલાને અજાણ્યાં વહને ટક્કર મારી હતી. અજાણ્યા વાહનની ટક્કરે સદુથલા ગામના 60 વર્ષીય વૃધ્ધાનું મોત થયું.  મૃતક સજનબા ઝાલા સદુથલા ગામના વતની છે. બે ભેંસોને ગંભીર ઈજાઓ થતાં એક ભેંસનું પણ મોત થયું છે. અકસ્માત એટલો ગમખ્વાર હતો કે મહિલાના શરીરના તમામ ભાગો છૂંદાઈ ગયા હતા. મૃતદેહને પીએમ અર્થે બહુચરાજી સિવિલ ખસેડાયો છે. તમને જણાવી દઈએ કે, મહેસાણા જીલ્લામાં હિટ એન્ડ રનની ઘટનામાં મોટો વધારો થયો છે. જેને લઈને મહેસાણા પોલીસની ટ્રાફિક કામગીરી ઉપર સવાલો ઉભા થયો છે. 


 ભાવનગરની આ કંપનીમાં થયો બ્લાસ્ટ


ભાવનગર: શહેરમાં આવેલી સુમીટોમો કંપનીમાં અચાનક જ કોઈ યૂનિટમાં બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો છે. બ્લાસ્ટ થયોએ સમયે કંપનીમાં 100થી વધુ કર્મચારી અને મજૂર લોકો કામ કરી રહ્યા હતા. પ્રાપ્ત થતી માહિતી અનુસાર અનેક મજૂરોને ઈજા પણ પહોંચી હોવાના સમાચાર મળી રહ્યા છે. જે યુનિટમાં બ્લાસ્ટ થયો છે ત્યાંથી કંપનીના કર્મચારીઓને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાલ ઈજાગ્રસ્ત લોકોને ભાવનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી રહ્યા છે.


જસદણના સિદ્ધેશ્વર મંદિર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત


રાજકોટ: જિલ્લાના જસદણના સિદ્ધેશ્વર મંદિર નજીક કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળ જ મૃત્યુ થયું છે જ્યારે અન્ય એકને ગંભીર ઇજા થતાં 108 મારફતે જસદણ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. મૃતકની ઓળખ હજી થઈ નથી પ્રાથમિક વિગત મળી રહી છે એ મુજબ યુવક પરપ્રાંતિય છે અને જસદણના ગ્રામ્ય વિસ્તારમાં ફુવા ખોદવાનું કામ કરે છે. કારચાલકના કહેવા મુજબ બાઈક ચાલક તેમજ તેની પાછળ બેઠેલ યુવક બંને દારૂના નશાની હાલતમાં હતા જેના કારણે આ અકસ્માત સર્જાયો છે