Mehsana: મહેસાણા જિલ્લામાં રોજ બરોજ હિટ એન્ડ રનની ઘટનાઓ વધી રહી છે. મહેસાણા ઉંઝા હાઈવે પર વધુ એક બની હિટ એન્ડ રનની ઘટના બની. બાઇક પર જઇ રહેલા એક વ્યક્તિને મોટીદાઉ ગામના પાટિયા પાસે અજાણ્યો વાહન ચાલક ટક્કર મારી ફરાર થયો હતો. બાઇક ચાલકને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે લઇ જવાયો હતો. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
રાજ્યમાં ખાતરના કકળાટ વચ્ચે આ શહેરમાં ફેકટરીમાંથી ઝડપાયો નીમ કોટેડ યુરિયાનો જથ્થો, જાણો વિગત
કડીના ડાગરવા પાસેની એક ફેક્ટરીમાંથી નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે. ઇફ્કો કપનીમાંથી ખેડૂતો માટે યુરિયા ખાતર ધાનેરા લઈ જવાતું હતું, જે ખાતરની ટ્રક બરોબાર ફેક્ટરીમાં લઈ જવાયો હતો. મહેસાણા એલ સી બી પોલીસે રેડ કરી ખાતર ફેક્ટરીમાંથી ઝડપી લીધું હતું. ફેક્ટરીના માલિક હરસદ પટેલ દ્વારા આ યુરિયા ખાતરને ફેક્ટરીમાં વાપરવામાં માટે લાવવામાં આવ્યું હતું. એક તરફ ખેડૂતોને યુરિયા ખાતર મળતું નથી ત્યારે બીજી તરફ ખેડૂતોનું યુરિયા ખાતર ફેકટરીમાં વપરાતું હોવાનુ સામે આવ્યું હતું. સમગ્ર મામલે પોલીસે ફેક્ટરી માલિક સહિત સાત લોકો સામે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
ઓટો એક્સ્પોનો આજે બીજો દિવસ
ભારતનો સૌથી મોટો ઓટો એક્સ્પો શરૂ થઈ ગયો છે. આજે તેનો બીજો દિવસ છે. આ ઓટો એક્સપોની 16મી આવૃત્તિ છે જે ઉત્તર પ્રદેશના ગ્રેટર નોઈડામાં 11 જાન્યુઆરીથી 18 જાન્યુઆરી, 2023 સુધી ચાલશે. આ સાથે જ પ્રગતિ મેદાનમાં ઓટો એક્સપોનો કમ્પોનન્ટ શો ચાલી રહ્યો છે. આ મોટા મેગા શોમાં ભારત સહિત વિશ્વભરની ઘણી ઓટોમોબાઈલ કંપનીઓ ભાગ લઈ રહી છે.
આ એક્સ્પો સવારે 11 થી સાંજના 7 વાગ્યા સુધી સામાન્ય જનતા માટે ખુલ્લો રહેશે. જ્યારે સપ્તાહના અંતે તેનો સમય સવારે 11 થી રાત્રે 8 વાગ્યા સુધીનો રહેશે. જ્યારે અંતિમ દિવસે એટલે કે 18 જાન્યુઆરીએ સામાન્ય જનતા સવારે 11 થી સાંજના 6 વાગ્યા સુધી જ તેનો આનંદ માણી શકશે.
એન્ટ્રી ફી કેટલી
જો તમે ઓટો એક્સ્પો 2023માં આવવા માંગો છો, તો તમારે આ માટે ટિકિટ પણ લેવી પડશે. અહીં 13 જાન્યુઆરી માટે ટિકિટનો દર 750 રૂપિયા, 14 અને 15 જાન્યુઆરી માટે 475 રૂપિયા હશે. જો કે, જો તમે આ પછી ઓટો એક્સપોની મુલાકાત લેવા આવો છો, તો તમારે પ્રતિ ટિકિટ માત્ર 350 રૂપિયા ખર્ચવા પડશે. તે જ સમયે, આ ઓટો એક્સપોમાં પાંચ વર્ષ સુધીના બાળકો માટે કોઈ ટિકિટ નહીં હોય. ઓટો એક્સ્પો 2023ની ટિકિટ ખરીદવા માટે, તમે BookMyShowની અધિકૃત વેબસાઇટ અથવા એપની મુલાકાત લઈને સીધું ઓનલાઈન ટિકિટ બુક કરી શકો છો. એક ટિકિટનો ઉપયોગ માત્ર એક જ વાર કરી શકાશે.