કડીઃ મહેસાણાના કડીમાં પતિએ પત્ની પર એસિડ અટેક કરતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. મળતી જાણકારી કડીમાં પતિએ પત્ની પર એસિડ અટેક કર્યો હતો. વાસ્તવમાં પત્નીએ પતિથી છૂટાછેડા અને ભરણપોષણની માંગ કરતા કોર્ટમાં કેસ કર્યો છે. આ કેસની મુદ્દત હોવાથી પત્ની ભાઈ સાથે કોર્ટમાં આવી હતી. બાદમાં કોર્ટમાંથી ઘર તરફ જતા સમયે રસ્તામાં પતિએ પત્ની પર એસિડ અટેક કર્યો હતો. જેમાં મહિલાને ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. હાલ આ કેસમાં પોલીસ તપાસ ચલાવી રહી છે.
Crime News: 68 વર્ષીય ઉદ્યોગપતિ યુવતી સાથે રંગરેલીયા કરવાના ચક્કરમાં હનીટ્રેપમા ફસાયો
અમદાવાદઃ અમદાવાદના નવરંગપુરામાં ઉદ્યોગપતિ હનીટ્રેપમાં ફસાયો હતો. મળતી જાણકારી અનુસાર, 68 વર્ષીય ઉદ્યોગપતિને પોર્ન વીડિયો વાયરલ કરવાની, પોલીસ કેસ, સીબીઆઈ કેસ અને કોર્ટ મેટરની વિવિધ ધમકીઓ આપી જૂદા જૂદા અધિકારીઓના નામે ફોન કરી સાયબર ઠગ ટોળકીએ ૨.૭૦ કરોડ રૂપિયા ઓનલાઈન પડાવી લીધા હતા.
ઉદ્યોગપતિની ફરિયાદ મુજબ રાત્રિના સમયે તેમના મોબાઈલમાં એક યુવતીનો વ્હોટ્સએપ મેસેજ આવ્યો. જેથી તેમણે મેસેજનો રિપ્લાય આપતાં યુવતીએ મોરબીથી વાત કરતી હોવાનું કહ્યું હતું. ત્યાર બાદ તેણે વીડિયો કોલ કર્યો હતો. આ કોલમાં તેણે બિઝનેસમેનને વર્ચ્યુઅલ સેક્સ કરવાની ઓફર કરી હતી. યુવતી સાથે ફોન પર રંગરેલીયા મનાવવાના ચક્કરમાં વીડિયો કોલ પર વર્ચ્યુઅલી સેક્સ કરનાર ઉદ્યોગપતિનો ટોળકીએ વીડિયો બનાવી લીધો હતો.
બાદમાં આ વીડિયોના આધારે વૃદ્ધને બ્લેકમેઇલિંગ કરવાનું શરૂ કરાયુ હતું. આરોપીઓએ ઉદ્યોગપતિને કહ્યુ હતું કે વીડિયો વાયરલ થવાના ડરથી યુવતીએ સુસાઇડ કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવતી મરી ગઈ છે. યુવતીના પરિવારજનોએ કેસ કર્યાની તેમજ કોર્ટમાં વકીલે કેસ કર્યાની વિવિધ ધમકી આપી ધરપકડનો ડર બતાવી ચાર મહિનામાં ટુકડે ટુકડે 2 કરોડ 70 લાખની રકમ પડાવી હતી. બનાવને પગલે સાયબર સેલે ઉદ્યોગપતિની ફરિયાદ આધારે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
Valsad: પૈસાના વરસાદની લાલચમાં બાળકની ચઢાવી હતી બલિ, ત્રણ આરોપીઓની ધરપકડ
વલસાડ જિલ્લાના કરવડ ગામમાં કેનાલમાંથી બાળકનું ધડ મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો હતો. 9 વર્ષીય આ બાળકની બલિ ચઢાવવામાં આવી હતી. પોલીસે સગીર સહિત 3 આરોપીઓની ધરપકડ કરી હતી. વાસ્તવમાં સેલવાસના સાયલી ગામનો 9 વર્ષીય ચૈતા નામનો બાળક ઘરની પાસે રમી રહ્યો હતો. અચાનક તે ગુમ થઈ જતાં તેના પિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
આ તરફ કેનાલમાંથી એક બાળકનું ધડ મળી આવ્યું હતું. પોલીસે તપાસ કરતાં ખુલ્યું હતું કે, મૃતદેહ ચૈતાનો જ છે. એટલું જ નહીં, મુખ્ય આરોપી સગીર છે. તે ચિકનની દુકાન પર ખાટકીનું કામ કરતો. પૈસાનો વરસાદ થશે અને અસીમ શક્તિ મળશે તેવી મેલી મુરાદથી ચૈતાનું અપહરણ કર્યું હતું. બાદમાં તેની બલિ ચઢાવવામાં આવી હતી. બાદમાં ધડનો ભાગ કેનાલમાં ફેંક્યો હતો. જ્યારે મૃતદેહનો બાકીનો ભાગ સાયલીના સ્મશાન નજીકથી મળી આવ્યો હતો