મહેસાણાઃ જો તમે પણ મોબાઇલ ચાર્જિંગમાં રાખીને ફોન વાપરતા હોય તો ચેતી જજો નહીંતર જીવ ખોવાનો વારો આવી શકે છે. મહેસાણાના બહુચરાજીમાં મોબાઇલમાં બ્લાસ્ટ થતા યુવતીનું મોત થયું છે. બહુચરાજીના છેટાસણા ગામનો આ બનાવ છે. આ મોબાઈલ વાપરતા લોકો માટે સાવધાનીનો કોલ આપતી ઘટના છે. 


શ્રદ્ઘા  દેસાઇ નામની યુવતી ચાર્જિંગમાં મોબાઈલ ભરાવી વાત કરતા સમયે બ્લાસ્ટ થયો હતો. મોબાઈલ ફાટતા યુવતીનું મોત નીપજ્યું છે.  પરિવારજનો તેમજ ગ્રામજનોમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે. 

રાજ્યના 8 મહાનગોરમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં કરવામાં આવ્યો ઘટાડો, જાણો વિગતો


ગાંધીનગર:    31 જૂલાઈથી  રાજ્યના 8 મહાનગોરમાં રાત્રિ કર્ફ્યૂના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે.  લગ્ન સમારોહમાં હવે 200ને બદલે 400 લોકો ઉપસ્થિત રહી શકશે અને આ 8 મહાનગરોમાં હોટેલ અને રેસ્ટોરન્ટ રાત્રે 10 વાગ્યા સુધી ચાલુ રાખી શકાશે. રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કરફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કરફ્યુનો અમલ હાલ રાત્રીના 10 થી સવારે 6 વાગ્યા સુધીનો છે તે 31 જૂલાઈથી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.


મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષસ્થાને મળેલી કોર કમિટીમાં કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. આ નિર્ણયો અનુસાર રાજ્યમાં 8 મહાનગરોમાં હાલ જે રાત્રિ કર્ફ્યુ અમલમાં છે તેની સમય મર્યાદા આગામી 31 જૂલાઈ થી 1 કલાક ઘટાડવામાં આવી છે. એટલે કે આ 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુનો અમલ હાલ રાત્રિના 10 થી સવારે 6 વાગ્યા સુધીનો છે તે 31 જૂલાઈ થી રાત્રિના 11 થી સવારે 6 વાગ્યા સુધીનો રહેશે.


રાજ્યમાં હાલ જાહેર સમારંભો ખુલ્લી જગ્યામાં યોજવામાં જે 200 વ્યક્તિઓની મર્યાદા છે તે તારીખ 31 જૂલાઈથી વધારીને 400 વ્યક્તિની કરવામાં આવી છે. આવા કાર્યક્રમોનું જો બંધ હોલમાં આયોજન કરવામાં આવ્યું હોય તો કુલ બેઠક ક્ષમતાના 50 ટકા પરંતુ મહત્તમ 400 વ્યક્તિઓની મર્યાદામાં અને કોરોના સંક્રમણ નિયંત્રણના નિયમોના સંપૂર્ણ પાલન સાથે આવા સમારોહ યોજવાના રહેશે.


સમગ્ર રાજ્યમાં આગામી ગણેશોત્સવમાં સાર્વજનિક ગણેશોત્સવમાં વધુમાં વધુ 4 ફૂટની ગણેશ પ્રતિમા રાખવા દેવાની મંજૂરી આપવાનો નિર્ણય આજે મળેલી કોર કમિટીમાં લેવામાં આવ્યો છે.


 


ગુજરાતમાં કોરોના


ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 28 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 39 દર્દીએ કોરોનાને મ્હાત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.75 ટકા થયો છે.  રાજ્યમાં કુલ  દર્દીઓને કોરોનાને મ્હાત આપી છે.