C. R. પાટીલના કાર્યક્રમમાં મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય ગેરહાજર, જાણો શું છે કારણ ?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 04 Sep 2020 04:10 PM (IST)
સી.આર. પાટીલના કાર્યક્રમમાં વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ ગેરહાજર રહ્યા હતા. ઋષિકેશ પટેલ નાદુરસ્ત તબિયતને કારણે કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા.
NEXT PREV
મહેસાણાઃ ઉત્તર ગુજરાતના પ્રવાસે પહોંચેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આજે વિસનગર પાસેના ભાંડુ પહોંચ્યા ત્યારે વિસનગરના ભાંડુ ખાતે પ્રદેશ પ્રમુખનું સ્વાગત કરાયું હતું. મોટી સંખ્યામાં બાળાઓએ કુંભ અને મહિલાઓએ પુષ્પો દ્વારા પાટીલનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા. પાટીલ અને નીતિનભાઈ એ બંને નેતાનું હાર પહેરાવી આગેવાનોએ સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા પણ વિસનગરના ધારાસભ્ય ઋષિકેશ પટેલ ગેરહાજર રહ્યા હતા. ઋષિકેશ પટેલ નાદુરસ્ત તબિયતને કારણે કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા હતા. જો કે વિજાપુરના ધારાસભ્ય રમણભાઈ પટેલ, મહેસાણા જિલ્લા પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા. સ્વાગત કાર્યક્રમ બાદ પાટીલ અને નીતિનભાઈ રવાના થયા હતા.