મહેસાણા જિલ્લામાં વધુ 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. 98 પેન્ડિંગ પરિણામ પૈકી 50ના પરિણામ મળ્યા છે. 50 પૈકી 46 નેગેટિવ અને 4 પોઝિટિવ આવ્યા છે. હજુ પણ 48 સેમ્પલના પરિણામ પેન્ડિંગ છે. આજે આવેલા કેસોની વાત કરીએ તો વિજાપુર તાલુકાના માઢી ગામના 26 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. માઢી ગામનો યુવાન ટોરેન્ટ ફાર્મામાં નોકરી કરતો હતો.
બીજો કેસ વિજાપુરમાં આશ્રય સોસાયટીના 24 વર્ષીય યુવાનનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આશ્રય સોસાયટીનો યુવાન પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવ્યો હતો. આ ઉપરાંત કડીના કુંડાળ ગામની 60 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. કડીના કુંડાળ ગામની મહિલાને બીપી તથા શ્વાસ લેવાની તકલીફ હતી. કુંડાળ ગામની મહિલા ખાનગી તબીબ ડોકટર જે.પી.ને ત્યાં સારવાર લેતી હતી.
ચોથો કેસ બલોલપરામાં રહેતા 60 વર્ષીય વ્યક્તિનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. બલોલના 60 વર્ષીય વ્યક્તિની મુંબઈ ટ્રાવેલ હિસ્ટ્રી સામે આવી છે.