મહેસાણાઃ મહેસાણા જિલ્લામાં આજે વધુ છ કોરોના કેસ નોંધાયા છે. જેમાંથી કડી શહેરમાં ત્રણ કેસ નોંધાયા છે, જ્યારે વિજાપુર તાલુકાના પામોલ ગામમાં એક કેસ અને વિજાપુર શહેરમાં બે કેસ મળી તાલુકામાં કુલ ત્રણ કેસ નોંધાયા છે. વિજાપુર અને કડી તાલુકામાં નવા કેસો સામે આવતા આરોગ્ય તંત્ર હરકતમાં આવી ગયું છે.


વિજાપુર બરફની ફેક્ટરીમાં કામ કરતા કારીગરને રિપોટ પોઝિટિવ આવ્યો છે. કડીના જાશલપુર ઓઇલ મિલમાં કામ કરતા કારીગરનો પણ રિપોટ પોઝોટિવ આવ્યો છે. તમામ દર્દીઓને કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે ભરતી કરાયા છે. જિલ્લામાં કુલ કેસ ૧૨૪ને પાર થઈ ગયા છે.

નોંધનીય છે કે, ગઈ કાલે રાજ્યમાં 318 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી હતી. હાલ, રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 67.40 ટકા છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 12,212 લોકો સ્વસ્થ થઈને ઘરે ગયા છે. જ્યારે કોરોનાથી અત્યાર સુધીમાં 1122 લોકોના મોત થયા છે.