વિસનગરના રંગપુર ગામમાં 58 વર્ષીય મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહિલાની ટ્રાવેલ હિસ્ટ્રી અમદાવાદની છે. અન્ય એક મહિલાના પતિ અમદાવાદ ઓએનજીસીમાં ફરજ બજાવે છે. બંનેની હિસ્ટ્રી અમદાવાદની છે.
ગુજરાત સરકારની અખબારી યાદી પ્રમાણે નોંધનીય છે કે, ગઈ કાલે પણ સાંજે પાંચ વાગ્યા સુધીમાં મહેસાણા જિલ્લામાં 7 કેસો નોંધાયા હતા. ગઈ કાલે પાંચ વાગ્યા સુધીમાં કુલ 59 કેસો નોંધાયા હતા. જેમાંથી 37 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. તેમજ બે લોકોના મોત થયા છે. તેમજ ગઈ કાલે સાંજે પાંચ વાગ્યા સુધીમાં 20 એક્ટિવ કેસ હતા. જેમાં આજે નવા પાંચ કેસોનો વધારો થયો છે.