PM Modi Gujarat Visit: મહેસાણાના ખેરાલુમાં વડા પ્રધાનના પ્રોગ્રામને લઈ તંત્રએ તૈયારી શરુ કરી દીધી છે. એક લાખ લોકો બેસી શકે તેવો વિશાળ ડોમ તૈયાર કરવામાં આવ્યો છે. આવનાર 30 ઓક્ટોમ્બરના દિવસે વડા પ્રધાન નરેન્ દ્રમોદી માદરે વતન મહેસાણાના ખેરાલુમાં  વિવિધ વિકાસના કામોનુ લોકાર્પણ અને ખાત મુહર્ત કરવા આવી રહ્યા છે. જેને લઇ ભાજપની સાથે સાથે સરકારી તંત્ર પણ કામે લાગ્યું છે. ખેરાલુના ડભોડા ખાતે વડા પ્રધાન એક લાખ લોકોને સંબોધન કરશે. જેને પગલે વિશાળ ડોમ તૈયાર કરવામા આવ્યો છે. આ ડોમમાં 50 હજાર લોકોને બેસવા માટે ખુરશીની વ્યવસ્થા કરવામા આવી રહી છે.




 
વડા પ્રધાન જે સ્ટેજ પરથી સભાને સંબોધન કરવાના છે  તેને 20 ફૂટ કરતા વધૂ ઉચું બનાવવામાં આવ્યું છે. વડા પ્રધાનના આગમનને લઈ ભાજપે ખાસ તૈયારી  શરૂ કરી છે. ખેરાલુમાં ભાજપ નેતા અને રાજ્ય સરકારના મંત્રી  જગદીશ વિશ્વક્રમાં દ્વારા આજે સફાઈ અભિયાન હાથ ધરાયું હતું અને બજારમાં જાતે કચરો સાફ કરી  સ્વવસ્થા અભિયાન કર્યુ હતું.   સ્થાનિક ભાજપ ધારાસભ્ય સરદારભાઇ ચોધરી,  દુઘ સાગર ડેરીના ચેરમેન અશોકભાઇ ચોધરી, જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર સફાઈ કરતાં જૉવા મળ્યાં હતા. પીએમના કાર્યકમને લઈ મહેસાણા કલેકટર પણ દેખરેખ રાખી રહ્યા છે. ધરોઇ પ્રોજેક્ટ સહિત વિવિધ 4800 કરોડ કરતા વધુના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામા આવશે. સતલાસણા તાલુકામાં કરેલાં વિકાસના કામોનું લોકાર્પણ અને વડા પ્રધાનના કાર્યકમને લઈ ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આ વિસ્તારમાંથી મોટી સંખ્યામાં લોકો કાર્યકમમાં હાજરી આપશે.


ગુજરાતની રાજનીતિને લઇને મોટા સમાચાર આવ્યા છે. મળતી જાણકારી અનુસાર, રાજ્ય સરકારના મંત્રીમંડળ અને પ્રદેશ ભાજપના સંગઠનને લઈને મોટા સમાચાર આવ્યા છે. એબીપી અસ્મિતાને મળેલી જાણકારી મુજબ ભૂપેન્દ્ર પટેલ મંત્રી મંડળમાં વિસ્તરણ કે ખાતાના ફેરફારની હાલ પુરતી કોઈ શક્યતા નથી. એટલું જ નહીં બોર્ડ અને નિગમોમાં નિયુક્તિની શક્યતા પણ દીવાળી પહેલા જણાતી નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સામાજિક યોજના સાથે જોડાયેલા ત્રણથી ચાર બોર્ડ નિગમમાં કદાચ નિયુક્તિ થઇ શકે છે પરંતુ તે સિવાય અન્ય કોઈ પણ નિગમમાં ચેરમેન કે પદાધિકારીઓની નિયુક્તિની સંભાવના હાલ પુરતી નહીવત છે.



એટલું જ નહીં પ્રદેશ ભાજપના સંગઠનમાં કોઈ જ મોટા ફેરફારની કોઇ શક્યતા નથી. સંગઠનમાં ખાલી પડેલી બે મહામંત્રી અને એક પ્રદેશ મંત્રીનું પદ પર નિમણૂક થઇ શકે છે પરંતુ એક વાત સ્પષ્ટ છે સી.આર પાટીલના નેતૃત્વ હેઠળ પ્રદેશ ભાજપ વર્તમાન સંગઠન સાથે જ ચૂંટણી લડશે. લોકસભાની 26માંથી 26 બેઠક જીતવાની હેટ્રિક લગાવવાની વાત સી.આર. પાટીલ અગાઉ કરી ચૂક્યા છે. એટલું જ નહીં તમામ 26 બેઠક 5-5 લાખ કરતા પણ વધુ લીડથી જીતવાનો પાટીલનો સંકલ્પ પણ છે. દીવાળી પછી જ પ્રદેશ ભાજપ લોકસભાની ચૂંટણીલક્ષી કાર્યક્રમ શરૂ કરશે. કેન્દ્રની મોદી સરકારની યોજનાઓ અને નરેન્દ્રભાઈ મોદીના ચહેરાને આગળ કરી ચૂંટણી લડવાની રણનીતિ ઘડાઈ હોવાનું જાણવા મળ્યું છે.