પાટણઃ ગુજરાતમાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે પાટણ જિલ્લાના વધુ એક તાલુકામાં કોરોનાની એન્ટ્રી થઈ છે. પાટણ તાલુકાના પાટણ સીટીમાં કોરોનાની એન્ટ્રી સાથે પહેલા મોતથી લોકોમાં ફફડાટ ફેલાયો છે. 30 વર્ષની મહિલાનું ડિલિવરીના એક માસ બાદ સારવાર દરમિયાન મોત થયું છે. મોત બાદ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.


પાટણ સીટીમાં પ્રથમ કોરોના કેસને લઈ તંત્ર એલર્ટ થયું છે. મૃતક મહિલાના એક માસના બાળક સહિત 8 સભ્યોને ફેસિલિટી કવોરેન્ટાઇન કરાયા છે. તંત્ર દ્વારા રાજકાવાડો તેમજ કન્દોઇની શેરીને કન્ટેમેન્ટ ઝોન જાહેર કરાયા છે. આજુબાજુના 9 વિસ્તારને બફરઝોન જાહેર કરાયા છે.
સમગ્ર વિસ્તારમાં પાલિકા દ્વારા સેનેટાઈઝ કરવામાં આવ્યું છે.

આ સાથે સમગ્ર રાજકાવાડ વિસ્તારમાં અવર જવર પર પ્રતિબંધ મુકાયો છે. પાટણ જિલ્લામાં કુલ 28 કેસ નોંધાયા છે. જેમાંથી કુલ 2 મોત થયા છે, જ્યારે કુલ 21 લોકો ડિસ્ચાર્જ થયા છે. હાલ કુલ 5 એટકટિવ કેસ છે.