પાટણઃ દસ દિવસ પહેલા પાડોશીની છોકરી પોતાને પુરુષ સાથે ઘરમાં જોઈ જતાં યુવતી હેબતાઇ ગઈ હતી અને જે તે સમયે છોકરીને આ અંગે કોઈને ન કહેવા માટે જણાવ્યું હતું. ત્યારે પોતાનું પાપ છૂપાવવા માટે યુવતીએ બાળકી પર અત્યાચાર ગુજાર્યો હતો. બાળકીને પોતાના ઘરમાં લઈ જઈને ઉકળતા તેલમાં હાથ નાંખી દેતા બાળકી ગંભીર રીતે દાઝી ગઈ હતી. બાળકીએ બૂમાબૂમ કરી મૂકતા યુવતી ત્યાંથી ભાગી ગઈ હતી. બીજી તરફ બાળકીની બૂમાબૂમ સાંભળી લોકો દોડી આવ્યા હતા અને તેને હોસ્પિટલ ખસેડી હતી.
આ અંગે સાંતલપુર પોલીસે જણાવ્યું હતું કે, લખીબેન રમેશભાઇ મકવાણા દસેક દિવસ અગાઉ પોતાના ઘરમાં કોઈ અજાણ્યા પુરુષ સાથે વાત કરતી હતી, ત્યારે તેને ભોગ બનનાર બાળકી જોઈ ગઈ હતી. જેને લઇને યુવતીએ આજે તેને કહ્યું હતું કે, હું જેની સાથે ઊભી હતી તે બાબતની વાત તે કોઈને કરી નથી ને? એટલે બાળકીએ તેઓને ના પાડી હતી પરંતુ તેણે યુવતીએ કહ્યું કે જો તે કોઈને વાત કરી નથી તો તું મારી સાથે ઘરે ચાલ. એટલે બાલકી તેના ઘરે ગઈ હતી. જ્યાં તેઓએ બાળકી જો તે કોઈને વાત ન કરી હોય અને તું સાચી હોય તો આ ઉકળતા તેલમાં તારા હાથ નાખ તેમ મને કહ્યું હતું. જોકે, બાળકીએ ઇનકાર કરી દીધો હતો, પરંતુ યુવતી મારી નાંખવાની ધમકી આપી પરાણે બાળકીનો હાથ પકડી ચૂલા ઉપર તપેલીમાં ઊકળતા તેલમાં ડુબોડી દેતા દાઝી ગઇ હતી. આથી બાળકીએ બૂમાબૂમ કરી હતી એટલે લખીબેન ત્યાંથી ભાગી ગઈ હતી.
પાટણમાં 11 વર્ષીય બાળકીને પાડોશી મહિલાએ ઉકળતા તેલમાં નંખાવી હોવાની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે. સાંતલપુરમાં આરોપી મહિલા અજાણી વ્યક્તિ સાથે વાત કરી રહી હતી. આ બાળકી તેમને જોઈ જતાં તેને ધમકાવી હતી. તેમજ આ વાત કોઈને ન કહેવા માટે ધમકાવી હતી. એટલું જ નહીં, આ વાત કોઈને કરી છે કે નહીં તેની ખરાઈ કરાવવા માટે તેના હાથ ઉકળતા તેલમાં નંખાવ્યા હતા. બાળકીને સારવાર માટે સાંતલપુર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી રહી છે. આરોપી લખીબેન નામની મહિલાની ધરપકડ કરી લીધી છે. બાળકીને ગરમ તેલમાં નંખાવતા હાથ ગંભીર રીતે દાઝી ગઇ છે. બાળકીએ બૂમાબૂમ કરતાં મહિલા ત્યાંથી ભાગી ગઈ હતી. જોકે, અત્યારે તે પોલીસ પકડમાં છે.
પાટણની ઘટના અંગે મહિલા અને બાળ વિકાસ આયોગના અધ્યક્ષ જાગૃતિબેન પંડ્યાએ જણાવ્યું હતું કે, પાટણમાં સત્યના પારખા કરવાની ઘટના દુઃખદ બાબત છે. કૃત્ય કરનાર મહિલા સામે કાર્યવાહી કરવામાં આવશે. બાળકીની સારવારની સ્થળ તપાસ માટે આદેશ અપાયા છે. સ્થળ તપાસ કરી અહેવાલ પણ મંગાવાયો છે. માનસિક અને શારીરિક પ્રતાડીત કરવાનો કોઈને અધિકારી નથી. બાળકોને લઈ સરકાર સાથે સમાજની પણ જવાબદારી બને છે. ખૂબ અસહ્ય અને ગંભીર બાબત છે. બાળ જાગૃતિની અભાવને દૂર કરવામાં આવશે.