પાટણઃ સિદ્ધપુર હોમિયોપેથીક કોલેજની કેન્ટિનના કર્મચારીએ પોતાની સહ કર્મચારી યુવતી સાથે 3-3 વાર બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. કોલેજની કેંટિંનમાં જ ધમકાવી પરાણે શારીરિક સંબંધ બાંધ્યા હતા. પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે.
આ અંગેની વિગતો એવી છે કે, સિદ્ધપુરમાં રહેતી યુવતી તેની ફોઈ સાથે હોમિયોપેથિક કોલેજની કેન્ટીનમાં કામ કરવા જતી હતી. આ જ કેન્ટીનમાં રોટલી વણવાનું કામ કરતા યુવકે ધમકાવી ત્રણ વખત બળાત્કાર ગુજાર્યો હતો. સાથે કામ કરતા હોવાથી યુવતીને 19 વર્ષીય યુવક સાથે પરિચય થયો હતો.
દરમિયાન ગત 19 જૂને કેન્ટીનમાં કોઈ ન હતું ત્યારે યુવતી સાથે પરાણે કેન્ટીનની ઓરડીમાં જ શારીરિક સંબંધ બાંધ્યા હતા. આ પછી પણ બેવાર અલગ અલગ દિવસે શારીરિક સંબંધ બાંધ્યા હતા. યુવતી તાબે ન થાય તો જાનથી મારી નાંખવાની ધમકી આપતો હતો. અંતે યુવતીએ તેની ફોઈને જાણ કરતાં આ અંગે સિદ્ધપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે યુવતીની ફરિયાદને આધારે મંગળવારે આરોપીને ઝડપી લીધો હતો.
Dahod : યુવતીને નગ્ન કરીને તેના ખભા પર યુવકને બેસાડીને કરાવી ગામમાં પરેડ, કારણ જાણીને ચોંકી જશો
દાહોદઃ જિલ્લામાં મહિલા પર અત્યાચારનો વિડિયો વાયરલ થતા ખળભળાટ મચી ગયો છે. યુવતીને અન્ય પુરુષ સાથે આડાસંબંધ હોવાના આક્ષેપો સાથે યુવતીને નગ્ન કરીને માર મારવામાં આવ્યો હતો. વાયરલ વિડિયોમાં મહિલાને નગ્ન કરી માર મારવામાં આવી રહ્યો છે. માનવતાને પણ શરમાવે તેવો વિડિયો વાયરલ થતા ભારે ચકચાર મચી ગઈ છે. મહિલાના ખબા પર પુરુષને બેસાડી ગામમાં ફેરવવામાં આવી હતી.
મહિલાના અન્ય પુરુષ સાથે સંબંધ છે તેવા આક્ષેપો સાથે જાહેરમાં મહિલાને નગ્ન કરી માર માર્યો હતો. વિડિયો વાયરલ થતાં મહિલા પર અત્યાચાર ગુજારનાર તમામ સામે પગલાં લેવા લોકોની માંગ ઉઠી હતી. આ વીડિયો ધાનપુર તાલુકાના ખજૂરી ગામનો હોવાનું પોલીસ તપસમાં બહાર આવ્યું છે.
ધાનપુર પોલીસે વિડિયોના આધારે 19 લોકો ઉપર ગુનો નોંધ્યો છે. પોલીસે ગણતરીના કલાકોમાં 6 લોકોને હસ્તગત કર્યા હોવાનું પણ જાણવા મળ્યું છે.