પાટણઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પાટણ જિલ્લામાં ભાજપમાં ભડકો થયો છે. સરસ્વતી તાલુકાના કિસાન મોરચાના ઉપપ્રમુખ ગિરીશ મોદીએ ભાજપમાંથી રાજીનામું આપી દીધું છે. નાના સમાજને સંગઠનમાં પ્રતિનિધિત્વ ના મળતાં નારાજ થઈ રાજીનામું ધરી દીધું છે. તાજેતર માં સરસ્વતી તાલુકા ભાજપના પ્રમુખશ્રી / મહામંત્રીશ્રી ની નિમણુંક કરી રદ કર્યા બાદ નરાજગી સામે આવી છે.


રાજીનામું આપી ૧૫ વર્ષ પહેલા સ્વયંસેવકમાંથી પાર્ટીના અદના કાર્યકર બનવાની ભુલનો અહેસાસ ગણાવ્યો હતો. ભૂતકાળમાં અનેક જવાબદારી નિષ્ઠા પૂર્વક નિભાવી ચુકયા બાદ નારાજગી સામે આવી છે. સતત વર્ષોની કામની કદર ના કરી નાના સમાજની અવગણનાના કારણે લીધો નિર્ણય લીધો છે.

આમ જ વ્યકિતકરણ ભાજપથી પાર્ટીનું શુદ્ધિકરણ જરૂરી છે. આવનારા સમયમાં મારા જેવા નાના સમાજમાંથી આવતા અનેક ભાજપને સર્મપિત કાર્યકરો ભાજપથી છેડો ફાડતા ખચકાશે નહી, તેમ કહી તેમણે નાના સમાજના સ્વમાનના ભોગે રાજીનામું આપી આક્રોશ ઠાલવ્યો હતો.